બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ધર્મ / ગુજરાત / Ruvapari is a very old historical temple in Bhavnagar

દેવ દર્શન / 20 જ્ઞાતિના પૂજનીય રૂવાપરી માતાજીના પરચા, ડુંગરની જગ્યા ડોલે છે, ચાલવાથી તેલ નિકળતું હોવાની વાયકા

Dinesh

Last Updated: 07:12 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dev Darshan: ભાવનગર જિલ્લામાં અનેક દેવ દેવીઓના મંદિર આવેલા છે, જેમાં રૂવાપરી ખૂબ જૂનુ ઐતિહાસિક મંદિર છે અને વલ્લભીનગરના રૂપાબાઈનું ઉદગમ સ્થાન છે

  • રૂવાપરી માતાજીનું મંદિર અંદાજે ૫૫૦ વર્ષ પૌરાણિક
  • રાજવાડા શાસનમાં ભાવનગરના મુખ્ય ચાર દરવાજા
  • હાલ જ્યાં રૂવાપરી મંદિર છે ત્યાં પહેલા દરિયો હતો

ભાવનગર નજીક ખંભાતના અખાતની સામે છેડે ઉગમણા મોઢે આવેલુ રૂવાપરી માતાજીનું મંદિર અંદાજે ૫૫૦ વર્ષ જૂનું છે. મૂળ વલ્લભીનગરીના રૂપાબાઈ નામના મહિલા  એક સાધુની આજ્ઞા મુજબ તપશ્ચર્યા કરવા જતા હતા, ત્યારે માર્ગમાં અચાનક દરિયો આવી ગયો અને પાછુ વળીને જોતા રુપાબાઇ ત્યાં જ પથ્થર થઈ ગયા. જે સ્થળ હાલ રૂવાપરી માતાજીના મંદિર તરીકે ઓળખાય છે. 

ચાર દરવાજામાં એક રૂવાપરી દરવાજો
રાજવાડા શાસનમાં મહારાજા ભાવસિંહજીએ ભાવનગર સ્થાપના કરી ત્યારે ભાવનગર મુખ્ય ચાર દરવાજા વચ્ચેનું નગર હતું. જેમાં એક દરવાજો હતો રૂવાપરી મંદિર પાસેનો રૂવાપરી દરવાજો. રૂવાપરી મંદિર જે જગ્યા એ છે તે સ્થળે અગાઉ દરિયો હતો વલ્લભીનગરના એક સાધુ ધૂંધલીમલના આદેશ મુજબ રૂપાબાઈ આશ્રમમાં રોટલા બનાવવાનું કામ કરી અનેક લોકોની સેવા કરતા હતા. રૂપાબાઈને તેમના ગુરુએ તપશ્ચર્યા કરવાનું કહ્યું અને વલ્લભીનગરથી નીકળી મોટાનગર તરફ જવા કહ્યું અને રૂપાબાઈ ચલતા હતા ત્યારે દરિયો નજરે પડતા તે રોકાઈ ગયા, તે સ્થળ આજે રૂવાપરી મન્દિર તરીકે ઓળખાય છે. 

લોકવાયકા શું છે ?
ભાવનગર જિલ્લામાં અનેક દેવ દેવીઓના મંદિર આવેલા છે. જેમાં રૂવાપરી ખૂબ જૂનુ ઐતિહાસિક મંદિર છે. વલ્લભીનગરના રૂપાબાઈનું ઉદગમ સ્થાન આમતો વલ્લભીનગરી છે પણ ગુરુની આજ્ઞા મુજબ વલ્લભીનગર છોડીને મોટા શહેર તરફ આવ્યા ત્યારબાદ તેમના ગુરુ ધૂંધલીમૂળની એક વાણીથી તે સમયનું વલ્લભીનગર જમીનમાં દટાઈ ગયું હોવાનો ઇતિહાસ છે. એક લોકવાયકા પ્રમાણે ગાયના દૂધની ચોરીનો આરોપ શેઠાણીએ ગોવાળ પર લગાવ્યો અને તે ગોવાળે તપાસ કરી તો ગાય રાત્રે એક ચોક્કસ જગ્યાએ જઈ દૂધની ધારા કરતી હતી અને તેણે શેઠાણીને જાણ કરી તો પણ તેમણે ગોવાળનો વિશ્વાસ ના કર્યો એટલે ગોવાળે પોતે નિર્દોષ છે તે સાબિત કરવા માતાજીને પ્રાર્થના કરી.

ભાવિકો માનતા અને ટેક રાખી પગપાળા દર્શન કરવા આવે છે
ભાવનગરના રૂવાપરીમાતાના મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ભાવિકો માનતા અને ટેક રાખી પગપાળા દર્શન કરવા આવે છે. રૂવાપરી માતાના મંદિરની સામે દરિયાના ભાગમાં એક પર્વત આવેલો છે જે દોણીયા ડુંગર તરીકે ઓળખાય છે. આજે પણ ડુંગરમાં ચાલવાથી તેલ નીકળે છે અને તે જગ્યા ડોલતી હોવાનો ભાસ લોકોને થાય છે. ભાવનગરમાં આવેલા રૂવાપરીમાતાના મંદિરે ઉગતા સૂર્યના કિરણો પડે છે. ભાવનગરના  રૂવાપરી માતાજી વીસ જ્ઞાતિના કુળદેવી તરીકે પુજાય છે. તાજેતરમાં રૂવાપરી ટ્રસ્ટ  દ્વારા મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં અન્ય મંદિરો પણ આવેલા છે.

વાંચવા જેવું: મહેમદાવાદના સિંહુજનું 700 વર્ષ પૌરાણિક શિવાલય, જ્યાં દર સોમવારે રખાય છે સવા બે મણ ચોખાની પૂંજ ચડાવાની માનતા

માતાજી વીસ જ્ઞાતિના કુળદેવી તરીકે પુજાય છે
રૂવાપરી મંદિરે ગુજરાત અને દેશભરમાંથી લોકો દર્શને આવે છે અને તેમની મનોકામના સિદ્ધ થાય છે. રૂવાપરી માતાના પ્રાગટ્ય દિવસ તેમજ અન્ય દિવસોમાં નવચંડી યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા મંદિરે માનવમહેરામણ ઉમટી પડે છે.માતાજીના અનેક રૂપ છે. જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજી અલગ અલગ રુપે પ્રગટ થઈ હંમેશા દરેક જીવોનુ કલ્યાણ કરતા રહ્યા છે.. રૂવાપરી માતાના મંદિરની સામેનો દરિયો સમયની સાથે પુરાણ થઇ રહ્યો છે. રૂવાપરી માતાનુ જુના વડવા ગામ નજીક પણ એક મંદિર છે જે નાના રૂવાપરી મંદિર તરીકે ઓળખાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ