બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The 700 year old legendary Shivalaya of Sinhuj of Mohammedanism

દેવ દર્શન / મહેમદાવાદના સિંહુજનું 700 વર્ષ પૌરાણિક શિવાલય, જ્યાં દર સોમવારે રખાય છે સવા બે મણ ચોખાની પૂંજ ચડાવાની માનતા

Dinesh

Last Updated: 07:30 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: વિરેશ્વરદાદાનુ મંદિર ખૂબ જ પવિત્ર છે કે હાલ પણ મંદિર પરિસરમાં કદમના વૃક્ષો મોજુદ છે, પાંડવો અજ્ઞાતવાસમાં રહેલા હતા તેની યાદગીરી રૂપે ધર્મ કી પેડી અને ભીમ ધરો એટલે કે ભીમ નદી હાલમાં સાક્ષાત છે

  • મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ 
  • ધર્મ કી પેડી અને ભીમ ધરો એટલે કે ભીમ નદી હાલમાં સાક્ષાત
  • દર સોમવારે સવા બે મણ ચોખાની પૂંજ ભરવામાં આવે છે


ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકામાં સિહુંજ ગામે વિરેશ્ર્વર મહાદેવનુ ઐતિહાસિક શિવાલય આવેલુ છે વિરેશ્ર્વર મહાદેવનુ શિવલીંગ સ્વયંભુ પ્રગટ થયેલુ છે. જૂજ મંદિરોમાં જોવા મળતા મિનારા ધરાવતુ લગભગ 700 વર્ષ પૌરાણિક શિવાલયમાં સમગ્ર રાજ્યમાંથી શિવભક્તો વિરેશ્ર્વર મહાદેવના દર્શન કરવા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે  છે

પૌરાણિક શિવાલય
પ્રાચીન શિવાલયોમાં જેની નોંધ છે તેવું સિહુંજ ગામે આવેલ શ્રી વિરેશ્વર મહાદેવનું મંદિર  ઐતિહાસિક શિવાલય છે. લગભગ 700 વર્ષ પૌરાણિક શિવાલયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મંદિરે આવતા શિવભક્તો વિરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે વિરેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલુ છે. હાલ મંદિર છે ત્યાં વર્ષો પહેલા રબારીની ગાયના આચળમાંથી દૂધની ધારા નીકળી હતી અને રબારીએ ગામમાં જાણ કર્યા બાદ ખોદકામ કરતા સ્વયં વિરેશ્વરદાદાનું શિવલિંગ નીકળ્યું હતું.

બે સ્મશાનની વચ્ચે ભોળાનાથનુ મંદિર
વિરેશ્વરદાદાનુ મંદિર ખૂબ જ પવિત્ર છે કે હાલ પણ મંદિર પરિસરમાં કદમના વૃક્ષો મોજુદ છે. પાંડવો અજ્ઞાતવાસમાં રહેલા હતા તેની યાદગીરી રૂપે ધર્મ કી પેડી અને ભીમ ધરો એટલે કે ભીમ નદી હાલમાં સાક્ષાત છે. દરેક સોમવારે સવા બે મણ ચોખાની પૂંજ કાગળમાં શિવલિંગ ઉપર ભરવામાં આવે છે આ ચોખાને પૂંજ વિધિ બાદ નિઃસંતાન બહેનોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે જે ચોખાની ખીર બનાવીને બહેનો પ્રસાદ રૂપે ખાય છે અને તેને ઘેર અવશ્ય પારણું બંધાય છે. અતિ પ્રાચીન વિરેશ્ર્વર મહાદેવ મંદિરના શિખર પરના ચાર મિનારા છે જે મંદિરની પ્રાચીનતાની સાક્ષી પુરાવે છે. ભારત દેશમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે જ્યારે સિહુંજ ગામના ગ્રામવાસી વિરેશ્ર્વર મહાદેવને તેરમું જ્યોતિર્લિંગ માને છે.

વાંચવા જેવું: મા ચામુંડાનું એવું મંદિર જ્યાં ભીમે માથું પછાડીને પ્રગટ કર્યું હતું શિવલિંગ: ગુજરાતનું આ ગામ છે આસ્થાનું કેન્દ્ર

ધર્મનો સંદેશ
નિસંતાન લોકો સંતાનપ્રાપ્તિની મનોકામના લઈ ખાસ વિરેશ્ર્વર દાદાના ચરણે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે..વિરેશ્ર્વર મહાદેવના મંદિરે ભાવિકો પરદેશ જવા વિઝા મળે તેની પણ ટેક રાખે છે તો જેમના લગ્ન ના થતા હોય તેવા ભક્તો પણ પોતાની અરજ દાદાના ચરણોમાં મુકે છે. બ્રાહ્મણોના સ્મશાન અને સામાન્ય સ્મશાનની વચ્ચે આવેલા ભોળેનાથના મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત ઝળહળે છે. હવાની લહેરખી સાથે જાણે ધર્મનો સંદેશ વહેતો કરતી હોય તેમ ભોળેબાબાના મંદિર પરની ધજા લહેરાતી રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ