બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia's big statement during PM Modi's US visit

નિવેદન / 'ભારત અને અમારી વચ્ચે...', PM મોદીની US મુલાકાત દરમ્યાન રશિયાનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 09:30 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Russia News: રશિયન રાજદૂતે કહ્યું, જ્યાં સુધી માંગ રહેશે ત્યાં સુધી રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે 
  • ભારતને લઈ રશિયા તરફથી એક મોટું નિવેદન
  • રશિયા ભારતના વસુધૈવ કુટુમ્બકમને માને છે 
  • ભારત સાથે યુએસ $ 44.4 બિલિયનનો વેપાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન હવે ભારતને લઈ રશિયા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વૈશ્વિક સ્તરે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ સારા છે. આના ઘણા ઉદાહરણો છે જેમ કે રશિયાએ તાજેતરના ભૂતકાળમાં જે રીતે ભારતને ઓછી કિંમતે તેલ પૂરું પાડ્યું અને ભારતે રશિયા-યુક્રેન યુદ્ધને રાજદ્વારી રીતે સંભાળ્યું. બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. એક ખાનગી મીડીયાને આપેલ ઇન્ટરવ્યુમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે જ્યાં સુધી માંગ રહેશે ત્યાં સુધી રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે.

રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે એક ખાનગી મીડીયાને આપેલ ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું છે. ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે, બંને પક્ષો ઊર્જા પુરવઠાને ટકાઉ બનાવવા અને વેપાર અસંતુલનને દૂર કરવાના માર્ગો પર કામ કરી રહ્યા છે. બીજી તરફ ડેનિસ અલીપોવનું કહેવું છે કે, રશિયામાં ચીનના વધતા પ્રભાવ પર રડવાને બદલે ભારતીય નિષ્ણાતો ભારતના વિકાસને પ્રોત્સાહન આપે તે વધુ સારું રહેશે.

રશિયા ભારતના વસુધૈવ કુટુમ્બકમને માને છે 
રશિયાના રાજદૂતે ભારત-રશિયા સંબંધો પર વાત કરતા કહ્યું કે, અમારી અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ભારત કોઈ ખાસ કેમ્પ પસંદ કરતું નથી. તે તેના મૂલ્ય માટે સાચું રહે છે. આ સિવાય રશિયાના રાજદૂતે કહ્યું કે, રશિયા ભારતના વસુધૈવ કુટુમ્બકમને માને છે અને યુરોપમાંથી સમાન મૂલ્યની ઈચ્છા ધરાવે છે. 

ભારત સાથે યુએસ $ 44.4 બિલિયનનો વેપાર
રશિયન રાજદૂતે તેલ પુરવઠા પર વાત કરતા કહ્યું કે, અમે વર્ષ 2022-2023માં ભારત સાથે US $ 44.4 બિલિયનનો વેપાર કર્યો છે, જે ભારતીય તેલની આયાતના 1/3 કરતા વધુને આવરી લે છે. આ કારણે રશિયા ભારતના ઉર્જા પુરવઠામાં સૌથી મોટા સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે ભારતને લાંબા સમય સુધી તેલ સપ્લાય કરવા માંગીએ છીએ કારણ કે, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આ માટે આગામી સમયમાં તેલની માંગ વધવાની છે.

PM મોદી અમેરિકામાં 
ભારત સાથેના સંબંધોને લઈને રશિયાના રાજદૂતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 22 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરશે. આમાં રશિયા અને યુક્રેનનો મુદ્દો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ