બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia-US tension increased due to this women, America gave shocking advice to citizens

રિપોર્ટ / કોણ છે આ મહિલા, જેના લીધે વધ્યું રશિયા-USનું ટેન્શન, અમેરિકાએ તો નાગરિકોને આપી ચોંકાવનારી સલાહ

Megha

Last Updated: 09:34 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન-અમેરિકન કેસેનિયા કારેલીનાની યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેનિ લશ્કરને મદદ કરવાના આરોપમાં પુતિનની ફેડરલ સિક્યુરિટી સર્વિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Russia Arrest Ksenia Karelina: રશિયા અને અમેરિકા વચ્ચેના વિવાદના હોવાના ઘણા કિસ્સાઓ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. એવામાં હવે વ્લાદિમીર પુતિનની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) દ્વારા રશિયન-અમેરિકન ડાન્સર કેસેનિયા કારેલીનાને રાજદ્રોહની શંકાના આધારે અટકાયતમાં રાખવામાં આવી છે. 

રાજદ્રોહની શંકાના આધારે અટકાયત
આ વિશે રશિયન સમાચાર આઉટલેટ્સે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં 32 વર્ષીય કેરોલિનાને હાથકડી પહેરીને અને તેનો ચહેરો ઝાંખો કરીને કોર્ટરૂમમાં લઈ જવામાં આવી રહ્યો છે. આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તે હજુ જાણી શકાયું નથી. જો કે મંગળવારે જાહેર થયેલા અહેવાલો અનુસાર તેણીની ધરપકડ યેકાટેરિનબર્ગના યુરલ્સ શહેરમાં થઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે.

યુક્રેનમાં યુદ્ધ મદદ કરવાના આરોપમાં મહિલાની ધરપકડ
રશિયન-અમેરિકન કેસેનિયા કારેલીનાની અગાઉ નાના ગુનાઓના આરોપ સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન લશ્કરને મદદ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસની રહેવાસી કેરોલિના વર્ષ 2021માં યુએસ નાગરિક બની હતી. 

રશિયામાં અમેરિકન નાગરિકો માટે ખતરો 
અમેરિકાનું કહેવું છે કે વ્હાઇટ હાઉસ રશિયન કેસેનિયા વિશે વધુ માહિતી એકઠી કરી રહ્યું છે અને તેને રાજદ્વારી મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. મંગળવારે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, હું રશિયામાં અમેરિકન નાગરિકો માટે જે ખતરો પેદા કરી શકે છે તેની ચેતવણી આપું છું. તેથી, જો તમે રશિયામાં રહેતા અથવા મુસાફરી કરતા અમેરિકન નાગરિક છો, તો તમારે હવે દેશ છોડવો જોઈએ.

યુક્રેનિયન ચેરિટી રેઝોમમાં ફંડ ટ્રાન્સફર કર્યું 
કારેલીનાને શરૂઆતમાં નાના ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેના યુ.એસ. બેંક એકાઉન્ટમાંથી યુક્રેનિયન ચેરિટી રેઝોમમાં $51.80 ટ્રાન્સફર કરીને યુક્રેનમાં લશ્કરી પ્રયાસોને કથિત રીતે સમર્થન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વધુ વાંચો: રશિયા અને અમેરિકાને કેવી રીતે બેલેન્સ કરો છો? વિદેશમંત્રી જયશંકરનો સ્માર્ટ જવાબ, પડખે હતા અમેરિકી સમકક્ષ

આ કિસ્સામાં, FSB એ હવે કહ્યું છે કે કાર્લીના પર "ફેબ્રુઆરી 2022 થી યુક્રેનિયન સંસ્થાના હિતમાં સક્રિયપણે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે, જેનો ઉપયોગ પાછળથી યુક્રેનની સશસ્ત્ર દળો માટે દવા, સાધનો, શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવા માટે કરવામાં આવ્યો હતો."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ