બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Russia ukraine war russia explodes ukraine capital kyiv

યુદ્ધ / રશિયાએ યૂક્રેનની રાજધાની કીવમાં સિરીયલ વિસ્ફોટ કર્યા, ફુટબૉલ વર્લ્ડ કપથી રશિયાને કરાયુ દૂર

Hiren

Last Updated: 12:15 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત પાંચમાં દિવસે યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો રશિયા અને યૂક્રેન વચ્ચે યોજાયેલી બેઠક બાદ રશિયાએ સોમવારે યૂક્રેનની રાજધાની કીવમાં કેટલીક જગ્યાએ મોટા બ્લાસ્ટ કર્યા છે.

  • યૂક્રેનની રાજધાનીમાં ફરી અટેક
  • યૂક્રેન અને રશિયાની બેઠક પૂર્ણ થતાં જ ફરી ફેંકાયા બોમ્બ 
  • કીવ સહિત અનેક શહેરોમાં સિરીયલ વિસ્ફોટ

રાજધાની કીવમાં બ્લાસ્ટ બાદ લોકો બંકર તરફ ભાગી રહ્યા છે. કીવના બ્રોવૈરી સોલેમૈંકામાં આ બ્લાસ્ટ થયા છે. યૂક્રેનના તમામ શહેરો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ રશિયન સેના રાજધાની કીવને નિશાન બનાવતા, તેના પર કબજો કરવાની કોશિશમાં છે. રશિયાની આક્રામકતાના વિરોધમાં દુનિયાભરના દેશ તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ રશિયાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તો એક બાદ એક રશિયા વિરૂદ્ધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ફુટબૉલ વર્લ્ડકપથી રશિયાને દૂર કરાયું. યૂક્રેન પર હુમલો કરવો ભારે પડ્યો છે.

તો બીજી તરફ યૂક્રેને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર રશિયાની મિસાઇલ હુમલામાં અનેક લોકોના મોત થયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખાર્કિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર રશિયન ગ્રેડ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો. ફેસબુક પર એક પોસ્ટ યૂક્રેનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા એન્ટોન ગેરાશચેંકોએ કહ્યું કે, ખાર્કિવ હાલમાં જ મોટા પ્રમાણમાં ગ્રેડ રોકેટ હુમલાની ઝપેટમાં આવ્યું છે. આ હુમલામાં મોટા પ્રમાણમાં લોકો માર્યા ગયા અને અનેક ઇજાગ્રસ્ત થયા છે.

રશિયાએ પણ પોતાના સૈનિકોની હાનિની માહિતી આપી

અત્યાર સુધીમાં આ યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. યૂક્રેનમાં થયેલા હુમલામાં મરનારા લોકોમાં ઓછામાં ઓછા 14 બાળકો સામેલ છે. આ વચ્ચે રશિયાએ પણ  પોતાના સૈનિકોના મોતની માહિતી આપી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ગત અઠવાડિયાથી શરૂ થયેલું યુદ્ધ ધીરે ધીરે તેજ થવા લાગ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ