બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / russia rebellion vladimir putin wagner troops in russia

પુતિનની વોર્નિંગ / અડધી રાતે TV પર આવ્યા પુતિન, ગુસ્સામાં લાલચોળ થઈને આપી ધમકી, વિદ્રોહ મામલે જુઓ કોને આપી દીધી વોર્નિંગ

Arohi

Last Updated: 03:53 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Vladimir Putin: પુતિને ચેતાવણી આપી હતી કે દેશમાં 'બ્લેકમેલ કે આંતરિક અશાંતિ'નો કોઈ પણ પ્રયત્ન વિફળ થઈ જશે. સાથે જ તેમણે ગયા અઠવાડિયે દેશની અંદર થયેલી ઉથલ પાથલને દેશદ્રોહ જાહેર કર્યું હતું.

  • અડધી રાતે TV પર આવ્યા પુતિન
  • વિદ્રોહ મામલે આપી દીધી વોર્નિંગ
  • જાણો પુતિને વિદ્રોહ વિશે શું કહ્યું 

રશિયામાં 24 જૂને પ્રાઈવેટ આર્મી 'વેગનર ગ્રુપ'ની બગાવત બાદ શરૂ થયેલું સંકટ થોડા સમય બાદ જ ખતમ થઈ ગયું. વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિને વાઈલન્સથી બચવા માટે યુવકોને પરત ફરવા માટે કહ્યું. ખબર આવી છે કે પ્રિગોઝિન ખુદ બેલારૂસ જતા રહ્યા છે. વિદ્રોહ ખતમ થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે. 

પુતિને રશિયાને કર્યું હતું સંબોધિત 
પુતિને 26 જૂને રશિયાના લોકોને સંબોધિત કર્યા. તે સમયે તે ગુસ્સામાં જોવા મળ્યા. એક રિપોર્ટ અનુસાર પાંચ મિનિટ માટે આ સંબોધન દ્વારા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતાવણી આપી હતી કે દેશમાં બ્લેકમેલ કે આંતરિક અશાંતિનો કોઈ પણ પ્રયત્ન વિફળ થઈ જશે. 

સાથે જ તેમણે ગયા અઠવાડિયે દેશની અંદર થયેલી ઉથલ પાથલને 'દેશદ્રોહ' ગણાવ્યો છે. પુતિને મોટાપાયે વાઈલન્સથી બચવા માટે તેમના આદેશ પર કદમ ઉઠાવ્યા હતા. તેમણે વિદ્રોહના વખતે ધૈર્ય અને સમર્થન માટે દેશના નાગરિકોને ધન્યવાદ આપ્યો છે. 

આખો દેશ સાથે છે 
રશિયાના રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમી દેશોએ રશિયાના લોકોને એક બીજા પર ગોળી ચલાવવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે 'રશિયાના દુશ્મનો'ને આશા હતી કે તે વિદ્રોહ દ્વારા દેશને વિભાજીત અને કમજોર કરી શકશે. પરંતુ તેમણે ખોટુ અનુમાન લગાવ્યું. 

પુતિને આગળ કહ્યું કે આખો દેશ એકસાથે છે. તેમણે કહ્યું કે તે વેગનર યુવતતોને બેલારૂસ જવા માટે પરવાનગી નહીં આપે. તેની સાથે જ પુતિને વેગનર ગ્રુપના નેતા પ્રિગોઝિન અને મોસ્કોની વચ્ચે સમજૂતી કરનાર બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકોને ધન્યવાદ આપ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ