બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia Crude Oil suppliers asked to do payments in Chine Currency, India refused the demand

વાદ-વિવાદ / ક્રૂડ ઑઇલના ઇમ્પોર્ટ માટે રશિયાએ કરેલી માંગ પર ભારતનું સખ્ત વલણ, મૂક્યો ચીની કરન્સી પર પ્રતિબંધ, જાણો વિવાદ

Vaidehi

Last Updated: 07:37 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Crude Oil સપ્લાયર્સ ભારત દ્વારા આયાત કરવામાં આવતાં તેલનાં પેમેન્ટની લેણીદેણી Yuanમાં કરવાની માંગ કરી રહ્યાં છે. ભારત સરકારે ક્રૂડ ઓઈલનાં ઈમ્પોર્ટ માટે ચીની કરેન્સીમાં પેમેન્ટ કરવામાં આપત્તિ વ્યક્ત કરી હતી.

  • રશિયા ક્રૂડ ઓયલ સપ્લાર્સની માંગણી ભારતે નકારી
  • ઓયલનું પેમેન્ટ યુઆનમાં કરવાની હતી માંગણી
  • ભારતે આ માંગનો અસ્વીકાર કર્યો છે

ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓયલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં Crude Oilનું પેમેન્ટ ચીની કરેન્સીમાં કરવાને લઈને ભારત અને રશિયા આમને સામને થયાં છે. રશિયા ક્રૂડ ઓયલનાં ટોપ સપ્લાર્યમાંનું એક છે પરંતુ કેટલાક સપ્લાર્સ Chinies Currency Yuanમાં પેમેન્ટ કરવાની માંગ કરી રહ્યાં છે જે ભારત સરકારે નકારી છે.

યુઆનમાં પેમેન્ટ કરવા નથી ઈચ્છતું ભારત
મીડિયા રિપોર્ટ અનુસાર ચીન સાથે ચાલી રહેલા વાદ-વિવાદની વચ્ચે ભારતે રશિયાનાં તેલ સપ્લાર્સની માંગણીઓ સ્વીકારવાથી ઈનકાર કર્યો છે. આ સપ્લાયર્સ ભારત દ્વારા આયાત કરવામાં આવતાં તેલનું પેમેન્ટ યુઆન એટલે કે ચીની કરેન્સીમાં કરવા માટે અનુરોધ કરી રહ્યાં હતાં. ભારત સરકારે ક્રૂડ ઓયલ ઈમ્પોર્ટની આ માંગ પર આપત્તી વ્યક્ત કરી છે.

60% ઓયલ રશિયાથી આવે છે
રશિયા મોટી માત્રામાં ક્રૂડ ઓયલ ભારતને મોકલીને અરબો ડૉલર કમાવે છે. ભારત રશિયા પાસેથી આશરે જરૂરિયાતનું 60% ઓયલ આયાત કરે છે. તેની ચુકવણી અમેરિકન ડૉલર, દિરહમ અને રૂપિયામાં કરવામાં આવે છે. તેમાં સૌથી વધારે ડોલરમાં થાય છે. પરંતુ છેલ્લાં કેટલા સમયથી રશિયા આ વેપાર ચીની કરેન્સીમાં કરવા માટે આગ્રહ કરી રહ્યું છે.  આ જ કારણ છે કે તે ભારતને પણ યુઆનમાં પેમેન્ટ કરવા માટે આગ્રહ કરી રહ્યાં છે. 

ભારતે યુઆનમાં પેમેન્ટ કરવા પર રોક લગાડી
રિપોર્ટ અનુસાર રશિયામાં વેપારીઓ દ્વારા ચીની કરેન્સીમાં સૌથી વધુ વેપાર થવાને લીધે આ વર્ષે યુઆન રશિયામાં સૌથી વધુ વેપાર કરતી કરેન્સી બની ગઈ છે. જો કે ભારતે પેમેન્ટ ચીની કરેન્સીમાં કરવાથી ઈનકાર કર્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ