બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia averted a military coup, but Putin is in no mood for forgiveness

રશિયા અપડેટ / રશિયામાં સૈન્ય વિદ્રોહ ટળ્યો, પણ માફી આપવાના મૂડમાં નથી પુતિન, એવી સજા આપશે કે ફરી કોઈ આવી હિંમત ન કરે

Priyakant

Last Updated: 08:55 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Wagner Rebel News: વૈગનર જૂથના વડાએ પુતિન સામે બળવો કર્યા બાદ હવે મોટા સમાચાર, વૈગનરના ચીફે તેમના લડવૈયાઓને તેમના બેઝ પર પાછા ફરવાનો આદેશ આપ્યો

  • વૈગનર જૂથના વડાએ પુતિન સામે બળવો કર્યા બાદ હવે મોટા સમાચાર 
  • વૈગનરના ચીફે તેમના લડવૈયાઓને તેમના બેઝ પર પાછા ફરવાનો આદેશ આપ્યો 
  • રશિયામાં સૈન્ય વિદ્રોહ ટળ્યો, પણ માફી આપવાના મૂડમાં નથી પુતિન

યુક્રેનમાં રશિયા માટે લડતા ભાડૂતી સૈનિકોના વૈગનર જૂથના વડાએ પુતિન સામે બળવો કર્યા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, છે. વૈગનરની સેનાના વડા યેવજેની પ્રિગોગીને કહ્યું હતું કે, તેમના 25,000 સૈનિકો મરવા માટે તૈયાર છે અને તેઓ રશિયન લશ્કરી નેતૃત્વને ઉથલાવી પાડવા આગળ વધી રહ્યા છે. વૈગનર ગ્રુપના બળવા બાદ રશિયાની રાજધાની મોસ્કોમાં ટેન્ક અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે હવે સમાચાર આવ્યા છે કે, વૈગનરના ચીફે તેમના લડવૈયાઓને તેમના બેઝ પર પાછા ફરવાનો આદેશ આપ્યો છે.
 
વૈગનરના ચીફ યેવજેની પ્રિગોઝિને તેમના લડવૈયાઓને તેમના બેઝ પર પાછા ફરવાનો આદેશ આપ્યાના સમાચારથી હવે વિદ્રોહ ટળ્યો હોવાનું સામે આવ્યું છે. યુક્રેનના એક અંગ્રેજી અખબારે વૈગનરના ચીફ યેવજેની પ્રિગોઝિનને ટાંકીને કહ્યું કે, તેઓ રશિયાની રાજધાની મોસ્કો તરફ કૂચ નહીં કરવા સંમત થયા છે.  

બળવો કરનારાઓને સજા કરવામાં આવશે: પુતિન
આ દરમિયાન હવે  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પણ નિવેદન સામે આવ્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, જે લોકો વિદ્રોહ કરી રહ્યા છે તેમને સજા ભોગવવી પડશે. અમે સેના અને સરકારી એજન્સીઓને કાર્યવાહી કરવા સૂચના આપી છે. 

મેયરે લોકોને અપીલ કરી હતી
મોસ્કોના મેયરે રહેવાસીઓને કારનો ઉપયોગ ન કરવા વિનંતી કરી અને સોમવારને વૈગનર જૂથના બળવા વચ્ચે મોટાભાગના લોકો માટે બિન-કાર્યકારી દિવસ જાહેર કર્યો હતી. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને કહ્યું કે, પરિસ્થિતિ મુશ્કેલ છે. વૈગનર વિદ્રોહના પગલે રશિયા ઘણા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરી ચલાવી રહ્યું છે. આ ઓપરેશન મોસ્કોમાં પણ શરૂ કરવામાં આવ્યું છે.  

અમેરિકા રાખી રહ્યું છે સતત નજર 
વિશ્વ ખાનગી સેના વૈગનરના રશિયા સામે બળવો જોઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને બ્રિટિશ પીએમ ઋષિ સુનાક સાથે ફોન પર પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.

રશિયાના વિદેશ મંત્રાલયે શું કહ્યું ? 
રશિયાના વિદેશ મંત્રાલયે વૈગનર વિદ્રોહને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આપણા દેશમાં સશસ્ત્ર વિદ્રોહના પ્રયાસને રશિયન સમાજ દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવે છે. નિવેદનમાં વર્તમાન પરિસ્થિતિ પાછળ બાહ્ય દુશ્મનોનો હાથ જવાબદાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાવતરાખોરોની અવિચારી આકાંક્ષાઓ ચોક્કસપણે રશિયામાં પરિસ્થિતિને અસ્થિર કરવા, આપણી એકતાને નષ્ટ કરવા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને વિશ્વસનીય રીતે સુનિશ્ચિત કરવાના રશિયન ફેડરેશનના પ્રયાસોને નબળા પાડવાનો છે. એટલા માટે બળવો રશિયાના બાહ્ય દુશ્મનોના હાથમાં છે.

મોસ્કોથી વૈગનરના સૈનિકો કેટલા દૂર છે?
અહેવાલો અનુસાર બળવાખોર વૈગનર લડવૈયાઓ મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા. અગાઉ પ્રિગોઝિનની ટુકડીઓ લિપેટ્સક વિસ્તારમાંથી પસાર થઈ હતી. એવું માનવામાં આવે છે કે, વૈગનર  સૈનિકો હાલમાં મોસ્કોથી લગભગ 450 કિલોમીટર દૂર હતા. રશિયન આર્મીના જનરલ સ્ટાફના નજીકના એક સૂત્રએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યેવજેની પ્રિગોઝિનને રસ્તામાંથી હટાવવાની અને વેગનરના તમામ સૈનિકોને માફી આપવાની યોજના ધરાવે છે.

વ્લાદિમીર પુતિનના દેશ છોડવાની અટકળો
યુક્રેનના અંગ્રેજી ભાષાના ઓનલાઈન અખબારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ગુમ થવા અંગેની અટકળો અંગે ટ્વિટ કર્યું છે. વૈગનર ગ્રૂપના બળવા બાદ પુતિન દેશ છોડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.  તેમણે ટ્વિટ કર્યું, રશિયામાં વૈગનર ગ્રુપના સશસ્ત્ર બળવા વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્યાં છે તે અંગે અટકળો ચાલી રહી છે. સ્વતંત્ર રશિયન મીડિયા આઉટલેટ Agentstvoએ જણાવ્યું હતું કે, પુતિનનું વિમાન મોસ્કોના એક એરપોર્ટ પરથી સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. જોકે પુતિન પ્લેનમાં હતા કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે દાવો કર્યો હતો કે, પુતિન ક્રેમલિનમાં છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કારણ છે રશિયાની ખાનગી સેના વૈગનરનો બળવો.  વૈગનરે પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો અને સ્પષ્ટ કહ્યું કે, દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. વૈગનર જૂથના વડા, યેવજેની પ્રિગોઝિન, તેમના 25,000 સૈનિકો સાથે રાજધાની મોસ્કો તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે બેલારુસના રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરવાનું કાર્ય હાથમાં લીધું. જો કે, આ કરાર પહેલા જ રશિયામાં દિવસભર હલચલ મચી ગઈ હતી. 

પ્રિગોઝિનનું બળવાખોર વલણ જોઈને, રશિયન સરકારે કડક સુરક્ષા પગલાં લીધાં. જોકે આ સમયે રશિયાની રાજધાની મોસ્કોમાં લોકડાઉન છે. રશિયન સેનાના સૈનિકો શહેરના સંરક્ષણની તૈયારીમાં લાગેલા છે. અગાઉ શનિવારે સાંજે પુતિને રશિયન લોકોને સંબોધિત કરતી વખતે ચેતવણી આપી હતી કે, પ્રિગોઝિને 'તેમની પીઠમાં છરો માર્યો હતો'. રશિયન પ્રમુખ પુતિને વૈગનર ચીફ યેવજેની પ્રિગોઝિન પર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો, તેણે સશસ્ત્ર બળવો શરૂ કર્યો હતો અને તેના પોતાના દેશની પીઠમાં છરા માર્યો હતો. આ આરોપ પર, પ્રિગોઝિન કહે છે કે, તેનો હેતુ લશ્કરી બળવો નથી, પરંતુ ન્યાય માટે કૂચ છે.

બેલારુસના રાષ્ટ્રપતિએ શું કહ્યું? 
બેલારુસના રાષ્ટ્રપતિએ કરાર વિશે વાત કરી આ વિદ્રોહની વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ પ્રિગોઝિન સાથે વાતચીત કરી છે. પ્રિગોઝિને રશિયામાં વેગનર સૈનિકોની હિલચાલ રોકવા અને તણાવ ઘટાડવા માટે લુકાશેન્કોની દરખાસ્ત સ્વીકારી છે. બેલારુસિયન રાષ્ટ્રપતિએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, પ્રિગોઝિન અત્યારે બળવો કરશે નહીં. પ્રિગોઝિનની સેના હવે તેના બેઝ પર પાછી ફરી રહી છે. 

યુક્રેન પણ એક નિવેદન બહાર પાડ્યું આ આંતરિક લડાઈને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ નિવેદન જાહેર કર્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે, આપણે બધાને યાદ છે કે કેવી રીતે રશિયન રાષ્ટ્રપતિ પુતિને 2021માં દુનિયાને ધમકી આપી હતી. તેની પાસે કેટલાક અલ્ટિમેટમ્સ હતા, તે કોઈ પ્રકારની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વર્ષ 2022 એ બતાવ્યું કે, તેણે બધાને મૂંઝવણમાં મૂક્યા અને જુઠ્ઠાણાથી તાકાત મેળવી. તેઓ ક્રેમલિનમાં કોઈપણ પ્રકારના આતંકનો આશરો લેવામાં સક્ષમ છે. એક જ દિવસમાં તેણે તેના ઘણા મિલિયનથી વધુ શહેરો ગુમાવ્યા અને તમામ રશિયન ડાકુઓ, ભાડૂતીઓ, અલિગાર્કોને બતાવ્યું કે રશિયન શહેરો અને, કદાચ, શસ્ત્રાગારો સાથે કબજે કરવું કેટલું સરળ છે.

રોસ્ટોવ અને લિપેટ્સક પર વેગનરનું નિયંત્રણ પ્રિગોઝિન અને તેના 25,000-મજબુત વેગનર સૈનિકો દક્ષિણ રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોન પર નિયંત્રણ કરે છે. આ બધા સૈનિકો પ્રિગોઝિનના કહેવા પર મરવા માટે તૈયાર છે. પ્રિગોઝિનના દળોએ પુતિનના દળો દ્વારા લશ્કરી હડતાલનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રિગોઝિને કહ્યું કે, રશિયન સેનાના હુમલામાં વૈગનરની સેનાના કેટલાક લોકો માર્યા ગયા હતા. રોસ્ટોવમાં બસ ટિકિટોનું વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો પાસે શહેર છોડવાના મર્યાદિત વિકલ્પો છે. આ સિવાય રશિયાના લિપેટ્સક પ્રાંતના ગવર્નરે પણ મોડી સાંજે કહ્યું કે વેગનરના સૈનિકોનું જૂથ આ વિસ્તારમાં ઘૂસી ગયું છે.  

વૈગનર ગ્રુપની રચના ક્યારે થઈ ? 
વૈગનર ગ્રુપ એ રશિયન ખાનગી લશ્કરી કંપની છે, જે સમગ્ર વિશ્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયાની તરફેણ કરે છે. આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા એટલે કે 2013માં કરવામાં આવી હતી. 2022માં આ જૂથ એક કંપની તરીકે નોંધાયેલ છે. તેનું મુખ્ય મથક સેન્ટ પીટર્સબર્ગમાં છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અનુસાર આમાં 80 ટકાથી વધુ લોકો ગુનેગાર છે. તેમની વચ્ચે ભૂતપૂર્વ સૈનિકો પણ છે. વૈગનર ગ્રુપ પોતાને રાષ્ટ્રવાદી સંગઠન કહે છે. તેમનું કહેવું છે કે, આ સંસ્થામાં દેશની સેવા કરવાની ભાવના ધરાવતા સામાન્ય લોકોની પણ ભરતી કરવામાં આવે છે. 
યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનું માનવું છે કે, હાલમાં યુક્રેનમાં લગભગ 50 હજાર વૈગનર્સ કામ કરી રહ્યા છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે સીરિયાઅફઘાનિસ્તાનના લડવૈયાઓ જેવા અન્ય દેશોના લોકો પણ આ જૂથમાં જોડાઈ રહ્યા છે. આ એવા લોકો છે જેઓ પોતાનું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ છે. આવા લોકો યુક્રેનમાં આ યુદ્ધમાં રોકાયેલા છે.

કિંગપિન યેવજેની પ્રિગોઝિન કોણ છે ? 
વૈગનર ગ્રૂપના નેતા યેવજેની વિક્ટોરોવિચ પ્રિગોઝિન ઘોષિત ગુનેગાર છે. અનેક મોટા ગુનાઓમાં વોન્ટેડ હતો. તેને જેલ થઈ. ત્યાંથી મુક્ત થયા પછી તેણે હોટ ડોગ્સ વેચવાનું શરૂ કર્યું. બાદમાં તે પુતિનનો રસોઇયા બન્યો.  

18 આફ્રિકન દેશોમાં ફેલાયેલું નેટવર્ક
વૈગનર  ગ્રુપનું નેટવર્ક 18 દેશોમાં છે. તે આ દેશોમાં એક યા બીજા પક્ષને મદદ કરી રહી છે. ઉદાહરણ તરીકે, માલીમાં તેના હજારથી વધુ સૈનિકો રશિયાની મદદથી રાષ્ટ્રપતિ બનેલા અસિમી ગોઇતા સાથે ઉભા છે. બદલામાં ગરીબ દેશ માલી તેમને દર મહિને લગભગ $10 મિલિયન ચૂકવે છે. વૈગનર ગ્રુપ વર્ષ 2017માં જ સુદાન આવ્યું છે અને સોનાની ખાણો પર સતત કબજો જમાવી રહ્યું છે. બદલામાં તે ત્યાંની અસ્થિર સરકારમાં એક વ્યક્તિને જીતાડવાનું વચન આપે છે. વેગનર ગ્રુપે મોઝામ્બિક, બુર્કિના ફાસો અને લિબિયા જેવા દરેક દેશમાં પ્રવેશ કર્યો છે, જ્યાં સોનું ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ