બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / rubina dilaik blessed with twin baby girls divya agarwal getting married apurva mehta

મનોરંજન / રૂબીના દિલૈકના ઘરે થયો જુડવા દીકરીઓનો જન્મ? અંતે એક્ટ્રેસની ટ્રેનરે હટાવી પોસ્ટ, જાણો શું છે સચ્ચાઇ

Manisha Jogi

Last Updated: 08:56 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલીવિઝનની દુનિયામાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. દિવ્યા અગ્રવાલ અને અપૂર્વા મહેતાએ લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું છે. આવો જાણીએ ટીવી જગતના ખાસ સમાચાર.

  • રૂબિનાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો
  • આ અભિનેત્રીએ ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા
  • દિવ્યા અગ્રવાલ લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું

ટેલીવિઝનની દુનિયામાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. કોઈના જીવનમાં ખુશીઓ આવી, તો કોઈએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોમેડિયન એક્ટ્રેસ સુગંધા મિશ્રા માઁ બની ગઈ છે. CID અભિનેત્રી વૈષ્ણવી ધનરાજે તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. દિવ્યા અગ્રવાલ અને અપૂર્વા મહેતાએ લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું છે. આવો જાણીએ ટીવી જગતના ખાસ સમાચાર. 

રૂબિનાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો
ટેલીવિઝન અભિનેત્રી રૂબિના દિલૈકે જુડવા દીકરીઓને જન્મ આપ્યો છે. પાયલટ ટ્રેનરે સોશિયલ મીડિયા પર રૂબિના દિલૈકને શુભકામનાઓ પાઠવી છે. ફેન્સ રૂબિના દિલૈકને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પાયલટ ટ્રેનરે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને ફેન્સ ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે. 

સુગંધા મિશ્રા માઁ બની
કોમેડિયન એક્ટ્રેસ સુગંધા મિશ્રાને લગ્નના બે વર્ષ પછી માઁ બનવાની ખુશી મળી છે. સુગંધા મિશ્રાના પતિ સંકેતે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં સુગંધા બેડ પર આરામ કરી રહી છે. 

આ અભિનેત્રી હિંસાનો શિકાર થઈ
35 વર્ષીય અભિનેત્રી વૈષ્ણવી ધનરાજે એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અભિનેત્રીએ ઘરેલુ હિંસાનો ઉલ્લેખ કર્યો છે. વૈષ્ણવી ધનરાજ જણાવે છે કે, મારા ભાઈ, ભાભી અને મારી માતા મને 10 વર્ષથી હેરાન કરી રહ્યા છે. તેઓ મને માર પણ મારે છે અને મારી લાઈફ કંટ્રોલ કરવા માંગે છે. હું ક્યાં જઉં છું, શું કરું છું, કોની સાથે વાત કરું છું તે તમામ બાબતે સવાલ કરવામાં આવે છે. 

દિવ્યા અને અપૂર્વાના લગ્ન
દિવ્યા અગ્રવાલે વેડિંગ ઈન્વિટેશન શેર કરીને તેના ફિયોન્સે અપૂર્વા પડગાંવકર સાથે લગ્નની જાહેરાત કરી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે. 

બિગબોસ
બિગબોસ 17માં ખાનજાદીને સ્ટ્રોન્ગ ઉમેદવારમાંથી એક ઉમેદવાર માનવામાં આવતી હતી. જે હવે શોમાંથી એલિમિનેટ થઈ ગઈ છે, જેથી ફેન્સમાં અચંબો જોવા મળી રહ્યો છે. ખાનજાદીએ સલમાન ખાનને બાયસ્ડ ગણાવ્યો છે. 

પવિત્રા-એજાજનું બ્રેકઅપ?
હિમાંશી ખુરાના અને આસિમ રિયાજના બ્રેકઅપ પછી પવિત્રા પુનિયા અને એજાજ પણ અલગ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એજાજે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પવિત્રા સાથે ફોટો શેર કરીને બ્રેકઅપના સમાચારને અફવા ગણાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ