બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rs 5000 registration fee will have to be paid on 15 year old vehicles rules apply for new scrappage policy know more

BIG NEWS / નવી સ્ક્રેપ પોલિસીના નિયમો જાહેર: જાણો રિન્યુઅલ અને ફિટનેસ ટેસ્ટ માટે કેટલા રૂપિયા ભરવા પડશે

Arohi

Last Updated: 11:31 AM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયે સુચનામાં કહ્યું છે કે 15 વર્ષથી વધારે જૂના ભારે વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ  RC Renewal માટે હવે વધારે કિંમત ચુકવવી પડશે.

  • જૂના વાહનોને લઈને મોટુ એલાન 
  • 15 વર્ષ જૂના વાહનો માટે લેવું પડશે ફિટનેસ સર્ટિફિકેટ
  • નવા વાહન કરતા ચુકવવો પડશે બમણો ચાર્જ 

જૂના વાહનોને લાંબા સમય સુધી ચલાવવું હવે મોંધુ પડી શકે છે. હકીકતે, સરકારે નવા વાહન સ્ક્રેપ પોલિસીના નિયમ જાહેર કરી દીધા છે. જે હેઠળ જૂના વાહનોના નવીનીકરણ કરવા પર 5 હજાર રૂપિયાનું રજીસ્ટ્રેશન ફી ચુકવવાની રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું કે એપ્રિલ 2022થી 15 વર્ષથી જૂના વાહનોનું ફરી રજીસ્ટ્રેશન કરવા પર વાહન માલિકોને વધારે કિંમત ચુકવવી પડશે. જે નવા વાહનોની રજીસ્ટ્રેશન ફીના મુકાબલે વધુ હશે. 

15 વર્ષ જૂના વાહનોની રિન્યુઅલ ફીસ વધશે 
માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યા અનુસાર 15 વર્ષથી જુની કારના લાયસન્સની રિન્યુઅલ ફી 5 હજાર રૂપિયા રહેશે.  જ્યારે નવા વાહનોની રજીસ્ટ્રેશન ફી 600 રૂપિયા જેટલી હશે. મોટરસાયકલના રજીસ્ટ્રેશનને નવીનીકરણ કરવાની ફી 1000 રૂપિયા હશે અને નવા વાહનોની રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ફી 300 રૂપિયા હશે. જૂના વ્યાવસાયિક વાહનોને પણ ચલાવવા પર તમારે વધારે ખિસ્સુ ખાલી કરવું પડશે. 

વાહનોના ફિટનેસ ટેસ્ટ માટે વધારે ખિસ્સુ ખાલી કરવું પડશે 
મંત્રાલયે જાહેર કરેલી સુચનામાં કહેવામાં આવ્યું છે કે 15 વર્ષથી વધારે જૂના વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ માટે હવે આઠ ગણી વધારે કિંમત ચુકવવી પડશે. એટલે કે એપ્રિલ 2022થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુઅલ કરવા માટે 12,500 રૂપિયા ચુકવવાના રહેશે. જ્યારે નાના કોમર્શિયલ અથવા પેસેન્જર વાહનને ફિટનેસ રિન્યુઅલ માટે 10 હજાર રૂપિયા ચુકવવાના રહેશે. 

જૂનુ વાહન વેચીને નવું વાહન ખરીદવા પર છૂટ
જો તમે જૂની કાર, બસ અથવા અન્ય વાહન સ્ક્રેપ એટલે કે ભંગારમાં વેચો છો તો નવા વાહનના રજીસ્ટ્રેશન ફી પર તમને છૂટ આપવામાં આવશે. તેના માટે તમારે ઓફિશયલ સ્ક્રેપ સુવિધા કેન્દ્રને વાહન વેચવાનું રહેશે અને તેના બદલે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ પ્રાપ્ત કરવાનું રહેશે. મંત્રાલયે જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં જ લાયસન્સ પ્રાપ્ત સ્ક્રેપિંગ સેન્ટર ખોલશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ