બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rozgar mela pm narendra modi will distribute about 71000 appointment letters

ગુડ ન્યૂઝ / રોજગાર મેળામાં 71 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદી આપશે એપોઇમેન્ટ લેટર

Manisha Jogi

Last Updated: 04:39 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે વિભિન્ન સરકારી વિભાગોમાં લગભગ 71,000 યુવાઓને નિયુક્તિ પત્રનું વિતરણ કરશે. દેશના 45 સ્થળો પર ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 71,000 યુવાઓને નિયુક્તિ પત્રનું વિતરણ કરશે
  • દેશના 45 સ્થળો પર ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવશે
  • રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm narendra modi) આવતીકાલે મંગળવારે વિભિન્ન સરકારી વિભાગોમાં લગભગ 71,000 યુવાઓને નિયુક્તિ પત્રનું વિતરણ કરશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે. એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 45 સ્થળો પર ‘રોજગાર મેળા’નું (rozgar mela) આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગોની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી કરવામાં આવી રહી છે. 

આ નવી ભરતીઓમાં ગ્રામીણ ડાક સેવક, ઈન્સ્પેક્ટર ઓફ પોસ્ટ, કમર્શિયલ કમ ટિકીટ ક્લર્ક, જૂનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જૂનિયર એકાઉન્ટ ક્લર્ક, ટ્રેક મેંટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવીઝન જેવા વિભિન્ન પોસ્ટ શામેલ છે. 

નવી ભરતીના માધ્યમથી લોકોને કર્મયોગી પ્રારંભના માધ્યમથી તાલીમ મેળવવાની પણ તક મળશે. વિભિન્ન સરકારી વિભાગોમાં તમામ નિયુક્તિઓ માટે એક ઓનલાઈન ઓરિયન્ટેશન કોર્સ છે. 

તાલીમ
નવનિયુક્ત કર્મચારીઓને ‘કર્મયોગી પ્રારંભ’ના માધ્યમથી તાલીમ મેળવવાની તક આપવામાં આવશે. જે વિભિન્ન સરકારી વિભાગોમાં તમામ નવનિયુક્ત કર્મીઓ માટે એક ઓનલાઈન ઓરિયન્ટેશન કોર્સ છે. 

વર્ષના અંત સુધીમાં 10 લાખ ભરતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 22 ઓક્ટોબરના રોજ રોજગાર મેળાની શરૂઆત કરી છે. જે હેઠળ વિભિન્ન સરકારી એજન્સીઓ- SCC, UPSC રેલ્વેમાં ભરતીઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ જણાવ્યું હતું કે, વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ ભરતી કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ