બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Rising heat amid rain forecast, with normal rain also forecast in many areas

માવઠાનો માર, ખેડૂતો બેહાલ / મેઘરાજા ફરી ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળશે, બનાસકાંઠાથી લઇને છેક દ્વારકા સુધી બોલાવશે ધડબડાટી!

Priyakant

Last Updated: 08:01 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update News: રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ સર્જાશે, રાજ્યમાં ગરમીમાં પણ વધારો, 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી

  • વરસાદની આગાહી વચ્ચે ગરમીમાં વધારો
  • અમદાવાદમાં હિટવેવની આગાહી કરાઈ
  • અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની પણ આગાહી 

રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં ગરમીમાં પણ વધારો થયો છે. આ તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ સર્જાશે. આ તરફ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી કરાઇ છે. જેને લઈ 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી નોંધાઈ શકે છે. 

રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદી માવઠાની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છમાં વરસાદની શક્યતા છે. 

2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હવે ગરમીનો પારો પણ વધી રહ્યો છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી છે. જેને લઈ હવે 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી નોંધાઈ શકે છે. 

ગઈકાલે હવામાન વિભાગે શું કરી હતી આગાહી ? 
રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 15 એપ્રિલથી અમદાવાદમાં ગરમી વધવાની શક્યતા છે. 

આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ 
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહે અને આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો જણાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબી જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ