બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / 'Rishi Sunak became PM because of my daughter', see who is Sudha Murthy who gave this statement

દાવો / 'મારી દીકરીના કારણે ઋષિ સુનક બન્યા PM', જુઓ કોણ છે આ નિવેદન આપનાર સુધા મૂર્તિ

Priyakant

Last Updated: 02:57 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rushi Sunak News: ઋષિ સુનક એવી વ્યક્તિ છે જે ખૂબ પૂજા કરે છે, તેમની માતા દર સોમવારે ઉપવાસ કરે છે, પણ મારા જમાઈ હવે ગુરુવારે જ ઉપવાસ કરે છે. આ બધું મારી દીકરીના કારણે જ થયું

  • ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકનાં સાસુનું મોટું નિવેદન  
  • સુધા મૂર્તિએ કહ્યું તેમની પુત્રી અક્ષતા મૂર્તિએ ઋષિ સુનકને વડાપ્રધાન બનાવ્યા
  • ઋષિ સુનકને બ્રિટનના સૌથી યુવા પીએમ બનાવવા પાછળ મારી પુત્રીનો હાથ

ઋષિ સુનક ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન છે. ઋષિ સુનકનાં સાસુ સુધા મૂર્તિએ એક વીડિયોમાં નિવેદન આપતા કહ્યું કે, તેમની પુત્રી અક્ષતા મૂર્તિએ ઋષિ સુનકને વડાપ્રધાન બનાવ્યા છે. ઋષિ સુનકને બ્રિટનના સૌથી યુવા પીએમ બનાવવા પાછળ મારી પુત્રીનો હાથ છે.

સુધા મૂર્તિ ઇન્ફોસિસ ટેક કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની છે. તેમણે કહ્યું કે, મેં મારા પતિને બિઝનેસમેન બનાવ્યા છે. એ જ રીતે મારી પુત્રીએ તેના પતિને યુકેના વડાપ્રધાન બનાવ્યા. તેઓ તેમની પત્નીના કારણે પીએમ બન્યા છે. આ બતાવે છે કે, પત્ની તેના પતિને કેવી રીતે બદલી શકે છે. જોકે મેં મારા પતિને બદલ્યા નથી, મેં મારા પતિને બનાવ્યા છે. 

શું કહ્યું સુધા મૂર્તિએ  ? 
અક્ષતા મૂર્તિએ વર્ષ 2009માં બ્રિટનના વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનક સાથે લગ્ન કર્યા હતા. અક્ષતા મૂર્તિ પ્રખ્યાત ટેક કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી છે. સુધા મૂર્તિએ એમ પણ કહ્યું કે, તેમની પુત્રીએ ઋષિ સુનકના જીવનને ઘણી રીતે પ્રભાવિત કર્યું, ખાસ કરીને તેમની ખાવાની ટેવ બદલીને. ગુરુવારના મહત્વનો ઉલ્લેખ કરતા સુધા મૂર્તિએ કહ્યું કે, અમે બધા શુભ કાર્ય ગુરુવારે જ શરૂ કરીએ છીએ.

આ સાથે કહ્યું કે, અમે ગુરુવારે જ અમારી કંપની શરૂ કરી. મારી પુત્રીના લગ્ન પછી ઋષિ સુનકે પૂછ્યું કે, તમે ગુરુવારે કંઈપણ કેમ શરૂ કરો છો? જોકે મારા જમાઈના પૂર્વજો છેલ્લા 150 વર્ષથી ઈંગ્લેન્ડમાં રહે છે. ઋષિ સુનક પણ એવી વ્યક્તિ છે જે ખૂબ પૂજા કરે છે. તેમની માતા દર સોમવારે ઉપવાસ કરે છે, પણ મારા જમાઈ હવે ગુરુવારે જ ઉપવાસ કરે છે. આ બધું મારી દીકરીના કારણે જ થયું છે. 

ઋષિ સુનકે વર્ષ 2014માં રાજકારણમાં પ્રવેશ કર્યો 
ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન બનતા પહેલા વર્ષ 2014માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ષ 2015માં રિચમન્ડથી ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. આ પછી વર્ષ 2020માં તેઓ ઇંગ્લેન્ડના નાણા પ્રધાન બન્યા. આ પછી તેમણે વડાપ્રધાનની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમના હરીફ લિઝ ટ્રુસ સામે હારી ગયા હતા. જોકે થોડા અઠવાડિયા પછી લિઝ ટ્રુસે દેશની નબળી આર્થિક સ્થિતિને ટાંકીને પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ ઋષિ સુનક પીએમ બન્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ