બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / rikshaw drivers daughter reaches to the miss india stage

સફળતા / રિક્ષા ચાલકની દિકરીની મિસ ઈન્ડિયાનાં સ્ટેજ પર પહોંચી, એક સમયે લોકોનાં ઘરના વાસણ ઘસતી હતી

Published By: Nikul

Last Updated: 03:16 PM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશનાં એક રિક્ષા ચાલકની દિકરીએ મિસ ઈન્ડિયા ઉત્તર પ્રદેશનો ખિતાબ પોતાને નામ કર્યો, એક સમયે લોકોનાં વાસણ ઘસતી હતી.

  • ઉત્તર પ્રદેશમાં મહિલા હોવુ સરળ નથી
  • મારી માતાએ શારીરિક અને માનસિક રીતે ઘણું સહન કર્યું છે
  • નાની ઉંમરે નોકરી કરવાનું શરુ કર્યું હતું

માન્યા સિંહની કહાણી કંઈક જુદી છે

વિએલસીસી ફેમિના મિસ ઈન્ડિયા 2020માં મિસ ઈન્ડિયાની વિજેતા મળી ગઈ છે. માનાસ વારાણસીએ આ ખિતાબ પોતાને નામ કર્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશની માન્યા સિંહ અને મનિકા શયોકાંડ ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ રહી હતી. આ ત્રણે મહિલાઓનો સફર ઘણો મુશ્કેલ રહ્યો હતો પણ તેમાં માન્યા સિંહની કહાણી બંને કરતા કંઈક જુદી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manya Singh (@manyasingh993)

મુશ્કેલ પરિસ્થિતિમાં સફળતા હાંસલ કરી

ભારતમાં ઘણાં બધા એવા પરિવાર છે જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તેમાંથી ઘણાં લોકો પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી લેતા હોય છે. જેમાંથી એક માન્યા ઓમપ્રકાશ સિંહ છે. માન્ય વીએલસીસી ફેમિના મિસ ઈન્ડિયા ઉત્તર પ્રદેશ 2020 બની ગઈ છે. પોતાની આર્થિક પરિસ્થિતિની મુશ્કેલીઓ હોવા છતાં માન્યા સિંહે પોતાનું સપનુ સાકાર કર્યુ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manya Singh (@manyasingh993)

પિતા છે રિક્ષા ચાલક

માન્યા સિંહનાં પિતા એક રિક્ષા ચાલક છે. જેથી માન્યાનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો હંમેશાથી રહ્યો હતો. ઘણી વખત રાત્રે ભુખ્યા પેટે સુવુ પડે એવા પણ દિવસો માન્યા સિંહે જોયા છે. મિસ ઈન્ડિયા ઉત્તર પ્રદેશ 2020નું ટાઇટલ જીત્યા બાદ પોતાના જીવનનાં સંઘર્ષ વિશે માન્યાએ વાતો રજૂ કરી છે.

પુસ્તકો નહોતા નસીબમાં

માન્યાએ જણાવ્યું કે, મારુ લોહી, પરસેવો અને આંસુ મારી આત્મા માટે ખોરાક બન્યા અને મને સપના જોવાની હિંમત આપી. મેં નાની ઉંમરમાં જ નોકરી કરવાનું શરુ કરી દીધુ હતુ. જે પણ કપડા મારી પાસે હતા બીજા પાસેથી માંગેલા હતા. મારે પુસ્તકો જોઇતી હતી પણ તે મારી કિસ્મતમાં હતી જ નહીં. મારા મા-બાપે તેમનાં ઘરેણા વેચીને મને ભણાવી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manya Singh (@manyasingh993)

ટ્રેનનાં વોશરુમમાં શરીર ધોયુ

માન્યાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં મહિલા હોવુ સરળ નથી હોતુ મારી માંએ શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ સહન કર્યું છે. ઉત્તર પ્રદેશ એમ પણ મહિલાઓ પર અત્યાચાર માટે ખૂબ બદનામ છે તે એક પિતૃસત્તાત્મક રાજ્ય છે. 14 વર્ષની ઉંમરમાં બધુ છોડીને હું ભાગી ગઈ હતી. દિવસે ભણતી હતી અને રાત્રે વાસણ ઘસવાનું કામ કરતી હતી અને મોડી રાત્રે કોલ સેન્ટરમાં કામ કરતી હતી. મેં ટ્રેનનાં વોશરુમમાં શરીર ધોયુ છે અને રિક્ષાનાં પૈસા બચાવવા માટે કલાકો સુધી ચાલી છું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manya Singh (@manyasingh993)

પરિવાર માટે ઘણું કર્યું

વધુમાં માન્યાનું કહેવુ છે કે, મેં મારા માતા-પિતા અને ભાઈની સ્થિતિ સુધારવા માટે ઘણું કર્યું છે અને આજે હું અહીં છું જ્યાંથી વિશ્વને કહી શકું છું કે તમે નક્કી કરી લો તો તમે કંઈ પણ કરી શકો છો. માન્યાએ પોતાની આ જીતથી ઘણાં લોકોને પ્રેરણા આપી છે. તેણે સાબીત કરી બતાવ્યું કે મુશ્કેલીઓનો સામનો કરીને જ કંઈક હાંસલ કરી શકાય છે. બસ પોતાના પર વિશ્વાસ અને મહેનત કરવાની ઇચ્છા હોવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Femina miss india Manya singh Miss India Uttarpradesh success story ઉત્તર પ્રદેશ માન્યા સિંહ મિસ ઈન્ડિયા સફળતા Fashion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ