સુરેન્દ્રનગરના વઢવાણમાં રિક્ષા ચાલકની દિન-દહાડે નિર્મમ હત્યા.પ્રેમપ્રકરણ કિસ્સામાં હત્યા થઈ હોવાનું અનુમાન.હત્યારાઓ ફરાર
વઢવાણમાં ધોળા દિવસે યુવકની નિર્મમ હત્યા
મૃતક યુવક રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો
કથિત પ્રેમ પ્રકરણમાં હત્યાનું પ્રાથમિક અનુમાન
રાજ્યમાં કાયદા અને કાનૂનનો કોઈ જ ખૌફ જ ના હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળા દિવસે છરી હૂલાવી કરપીણ હત્યાનો બનાવ બન્યો છે.સુરેન્દ્ર નગરના વઢવાણના બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલકની ક્રુરતાપૂર્વક હત્યા કરી,અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયાથી નાના એવા વઢવાણમાં સનસનાટી મચી ગઈ છે.
ઘડીના છટ્ઠા ભાગમાં હત્યારા પલાયન
ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે,સુરેન્દ્રનગરના વઢવાણમાં બસ સ્ટેન્ડ પાસે ધોળા દિવસે એક રિક્ષા ચાલકની ક્રુરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે.ઘટનાને નજરે જોનારા લોકો પણ આ નિર્દયી રીતે થયેલી હત્યા જોઇને હચમચી ગયા હતા.પ્રત્યક્ષદર્શીઓ હજુ કઈ પણ સમજે વિચારે તે પહેલા હત્યા કરવા આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.કહેવાય છે કે, પ્રેમપ્રકરણમાં રિક્ષા ચાલકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. પોલીસ જો કે, આ ઘટનાની કડીઓ પણ મેળવી રહી છે.અને હત્યા પાછળનો આશય અને ઘટનામાં કોનો હાથ હોય શકે,તે તમામ બાબતોને ધ્યાનમાં લઇ અંકોડા મેળવી રહી છે.
પોલીસ ગૂંથે છે તાણા-વાણા
વઢવાણમાં મૃતક રિક્ષા ચાલકની ઝીણી વિગતો મેળવી અને હત્યારાઓ સાથેના કનેક્શન ઉપરાંત પ્રેમ પ્રકરણ અંગેની અન્ય કડીઓ જોડી,પોલીસ હત્યારાઓ સુધી પહોચવા મથી રહી છે.