બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Revanth Reddy: The man who steered Congress campaign in Telangana

Assembly Elections 2023 / રાહુલ ગાંધી નજીકના આ નેતા બનશે તેલંગાણાના CM ! બન્ને ઠેકાણે હારશે તોય વાંધો નહીં આવે

Hiralal

Last Updated: 03:56 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ પ્રદેશાધ્યક્ષ રેવંત રેડ્ડીનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યું છે.

  • તેલંગાણામાં કોંગ્રેસની ભવ્ય જીત
  • 60થી વધુ બેઠકો મળી
  • રેવંત રેડ્ડી બનશે મુખ્યમંત્રી 

મોદી લહેર વચ્ચે પણ તેલંગાણામાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. તેલંગાણામાં કોંગ્રેસની મોટી જીત બાદ રેવંત રેડ્ડી સીએમ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી રાહુલ ગાંધી નજીકના નેતા પણ છે. 

કોણ છે રેવંત રેડ્ડી
ઓસ્માનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન રેવંત રેડ્ડી એબીવીપીમાં જોડાયા હતા. આ પછી તેઓ ટીડીપીમાં જોડાયા અને પછી ટીડીપી છોડીને કોંગ્રેસમાં જોડાયા. 2018માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ રેવંત રેડ્ડી તેલંગાણામાં મોરચા પર રહ્યા હતા. રેવંત રેડ્ડી તેમના વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં છે. તેમણે એબીવીપીમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ ટીડીપીમાં ગયા. રેવંત રેડ્ડી તેગલ દેશમ પાર્ટીમાંથી બે વખત ધારાસભ્ય બન્યા બાદ 2019માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાના સભ્ય બન્યા હતા. 

કોણ છે પરિવારમાં 
રેવંત રેડ્ડીએ 1992માં ગીતા સાથે લગ્ન કર્યા હતા. રેવંત રેડ્ડીના પરિવારમાં એક પુત્રી છે. નૈમિષા પરિણીત છે. તેના લગ્ન 2015માં સત્યનારાયણ રેડ્ડી સાથે થયા હતા.  2018માં રેવન્ત રેડ્ડી સામે આવકવેરાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉથલપાથલ દરમિયાન પત્ની ગીતા ખૂબ મક્કતાથી તેમની પડખે ઊભા રહ્યાં હતા. રેવંત રેડ્ડીને રાહુલ ગાંધી જ કોંગ્રેસમાં લાવ્યાં હતા. 

તેલંગાણામાં કોંગ્રેસની ભવ્ય જીત
તેલંગાણામાં કોંગ્રેસને 60થી વધુ બેઠકો મળી છે. 

રેવંત રેડ્ડી બે ઠેકાણેથી લડી રહ્યાં છે ચૂંટણી
રંવેત રેડ્ડી બે ઠેકાણેથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ કામારેડ્ડી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે અને તેમની સામે સીએમ કેસીઆર ચંદ્રશેખર રાવ હતા. જો રેવંત રેડ્ડી બન્ને ઠેકાણેથી ચૂંટણી હારે તો પણ તેઓ સીએમ બની શકે છે કારણ કે તેલંગાણામાં વિધાનસભાનું ઉપલું ગૃહ પણ છે એટલે તેઓ એમએલસી બનીને મુખ્યમંત્રી બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ