બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Results of Std-12 Science students announced

શિક્ષણ વિભાગ / ગુજરાત: ધોરણ-12 સાયન્સના અતુંષ્ટ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 70.37 ટકા આવ્યું રિઝલ્ટ

Shyam

Last Updated: 05:03 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના અસંતુષ્ટ વિદ્યાર્થીનું પરિણામ જાહેર, કુલ 70.37 ટકા પરિણામ થયું જાહેર, 65માંથી 54 વિદ્યાર્થીએ આપી હતી પરીક્ષા, 54માંથી 38 વિદ્યાર્થી થયા પાસ

  • કુલ 70.37 ટકા પરિણામ થયું જાહેર
  • 65માંથી 54 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
  • 54માંથી 38 વિદ્યાર્થીઓ થયા પાસ

ગુજરાતમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અસંતુષ્ટ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. કુલ 70.37 ટકા પરિણામ જાહેર થયું છે. 65માંથી 54 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 54માંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A-ગ્રૂપમાં વિદ્યાર્થીઓનું પરિણામ 86.11 ટકા, B-ગ્રૂપમાં વિદ્યાર્થીઓનું પરિણામ 36.36 ટકા,  વિદ્યાર્થીનીઓનું A-ગ્રૂપનું પરિણામ 66.67 ટકા છે. તો વિદ્યાર્થીનીઓનું B-ગ્રૂપનું પરિણામ 25 ટકા નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધને લઈ પરીક્ષા વિભાગે પરીક્ષા લીધી હતી.

  • ગઈકાલે ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
  • રિપીટર પરીક્ષામાં 3,0012 વિદ્યાર્થીઓ પાસ થયા
  • ધોરણ-10નું રિપીટર્સનું પરિણામ 10.04 ટકા 
  • 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓમાંથી 30 હજાર 12 વિદ્યાર્થીઓ પાસ થયા
  • રિપીટર પરીક્ષામાં 12.75% વિદ્યાર્થીનીઓ તો 8.77% વિદ્યાર્થીઓ પાસ થયા
  • www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે
  • વિદ્યાર્થીઓને માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે

મહત્વનું છે કે, ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવાયું છે. પરંતુ ધોરણ-12 અને 10ના રિપીટર્સ વિદ્યાર્થીને માસ પ્રમોશનનો લાભ મળ્યો નથી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા તેની ફિઝીકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા બાદ 23 ઓગસ્ટે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. મહત્વનું છે કે, માસ પ્રમોશન પછી જે રિપીટર્સ વિદ્યાર્થીઓ હતા તેમાંથી કુલ 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ અગાઉ થોડા દિવસ  પહેલા 12 સાયન્સના પણ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 12 સાયન્સના આશરે 30343 વિદ્યાર્થીઓ પૈકી 15 ટકા જ પરિણામ આવ્યું હતું. એટલે 30 હજારની સામે 4600 જેટલા જ વિદ્યાર્થી પાસ થયા હતા. ત્યારે સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા પછી નવી માહિતી સામે આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ