બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rest of world sco meeting jaishankar fierce appearance praises india middle east corridor opposed chinese

BIG NEWS / SCOની બેઠકમાં જયશંકરનું રૌદ્રરૂપ: ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો કર્યો વિરોધ, ભારત-મિડલ ઈસ્ટ કોરિડોરના કર્યા વખાણ

Arohi

Last Updated: 10:18 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaishankar Opposed Chinese BRI: ભારતે એક વખત ફરી ચીનને જડબાતોડ જવાબ આપતા બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.

  • ભારતે ફરી ચીનને આપ્યો જડબાતોડ જવાબ
  • બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના સમર્થનનો કર્યો ઈનકાર
  • POKમાં બનાવવામાં આવી રહેલા BRIનો કર્યો વિરોધ 

ભારતે એક વખત ફરી ચીનને જડબાતોડ જવાબ આપતા ગુરૂવારે ચીનના મહત્વકાંક્ષી 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ'  (BRI)નું સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો છે. એસસીઓના વડાઓએ પરિષદની 22મી બેઠકના અંતમાં એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિજ ગણરાજ્ય, પાકિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાને ચીનને બીઆરઆઈ માટે પોતાના સમર્થનની પુષ્ટી કરી જે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની પરિયોજના છે. નવી દિલ્હીમાં જુલાઈમાં આયોજિત એસસીઓ શિખર સન્મેલન વખતે પણ ભારતે બીઆરઆઈનું સમર્થન નથી કર્યું જ્યારે અન્ય સદસ્યોએ પરિયોજનાઓનું સમર્થન કર્યું. 

ભારતે કર્યો વિરોધ 
ભારતે 60 અબજ અમેરિકી ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ચીનનો વિરોધ કર્યો કારણ કે તે POKમાં બનાવવામાં આવી રહ્યો છે. બિશ્કેકમાં શિખર સન્મેલનમાં ભાગ લેનાર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે એસસીઓ સદસ્યોના આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાતોનું કડકાઈથી પાલન કરીને એક બીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરી અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપને ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મળીને કામ કરવા માંગશે. પોતાના ભાષણમાં જયશંકરે એવું પણ કહ્યું કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર 'સમૃદ્ધિનું પ્રવર્તક' બની શકે છે. 

એસસીઓ શિખર સન્મેલનમાં જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે વિસ્તારની અંદર વ્યાપારમાં સુધાર માટે આપણે મજબૂત કનેક્ટિવિટી અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. પરંતુ આવી પહેલને બધા દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ પર અપારદર્શક પહેલથી ઉદ્ભવતા દેવાનો બોજ ન હોવો જોઈએ. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સમૃદ્ધિનો સ્ત્રોત બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ