ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / repeater learning license candidates no longer required re pass computer test

RTO / વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો પણ ચિંતા ન કરતા; આ નવા નિયમથી મળશે મોટી રાહત

Published By: Shalin

Last Updated: 06:49 PM, 3 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે.

ADVERTISEMENT

વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યૂમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તે ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે.

આરટીઓમાં પણ લર્નિંગ લાઇસન્સની કામગીરીનું ભારણ ઓછું થશે

આરટીઓના આ નવા નિયમને પગલે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવામાં વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાઇસન્સનાં કમ્પ્યૂટર ટેસ્ટની ઝંઝટમાંથી છુટકારો મળશે એટલું જ નહીં પરંતુ આરટીઓ ખાતે પણ લર્નિંગ લાઇસન્સ માટેની કામગીરીનું ભારણ ઓછું થશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ વખતે જ વાહનચાલક કે માલિકે ફરજિયાત પાકાં લાઇસન્સ ટેસ્ટ અને સ્માર્ટકાર્ડની ફી ભરી દેવી પડતી હતી. જે લર્નિંગ લાઇસન્સ પૂરું થતાં સરકાર દ્વારા પરત નહીં કરી કરોડોની ઉઘાડી લૂંટ કરાતી હતી. તે હવેથી બંધ થશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ધરખમ ફેરફાર કરવામા આવ્યો છે.

અંદાજિત દરરોજ 50-60% ટેસ્ટ ટ્રેકમાં નપાસ થાય છે

આ પહેલાં લર્નિંગ સાથે ફરજિયાત પાકાં લાઇસન્સના પૈસા પણ લર્નિંગ લાઇસન્સ વખતે લઈ રિફંડ અપાતું ન હતું. આરટીઓનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દરરોજના અંદાજિત  ૪૫૦ ટેસ્ટ પૈકી ૫૦થી ૬૦ ટકા લોકો ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થાય છે. જે પૈકી ૩૦ ટકા લોકોને લર્નિંગ લાઇસન્સ ફરી કઢાવવું પડે છે. આ આંક  રૂ.૨૦૦ના પ્રમાણે અંદાજે  ૯૭ લાખ ઉપરાંતની રકમ એક વર્ષમાં સરકારને આમ જ મળી જતી હતી.  હવે નિયમ બદલાતાં અરજદારોને ફાયદો થશે. 

લર્નિંગ લાઇસન્સ ફરી કરાવવા માટે ફી માત્ર 150 રૂપિયા 

આ ઉપરાંત  સૌથી મોટો ફાયદો આ જોગવાઇ મુજબ વાહનચાલકને એ થશે કે સારથિ-૪ સોફ્ટવેરમાં અગાઉ અંદાજે ૭૦૦ રૂપિયા જેવી માતબર રકમ લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થતાં પરત મળતી નહોતી. જે હવે ફરી લર્નિંગ લાઇસન્સ કરાવતી વખતે માત્ર ૧૫૦ રૂપિયા લર્નિંગ લાઇસન્સની ફી ભરવાની રહેશે. જો નાગરિક દ્વારા એક પણ વખત ટેસ્ટ આપવામાં નહીં આવ્યો હોય તો ટેસ્ટ ફીના પૈસા પણ ફરી વખત માન્ય રહેશે. લર્નિંગ લાઇસન્સ કઢાવ્યાથી એક વર્ષ સુધી જો કોઇ કાર્યવાહી નહીં કરે તો જ ફરી પૈસા ભરવાના થશે. સારથિ-૪ સોફ્ટવેર શરૂ થયાથી વર્ષો સુધી સરકારે નાગરિકો પાસે કરેલી ઉઘાડી લૂંટ ૨૯ સપ્ટેમ્બરે કરવામાં આવેલા આદેશ - પરિપત્રથી બંધ થશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

RTO license આરટીઓ લાઇસન્સ RTO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ