બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / remove saved password from a browser google chrome

તમારા કામનું / તમે તો બ્રાઉઝર પર સેવ નથી કરતાને Password અને Username? એક ભૂલથી થઈ શકે છે ચોરી

Arohi

Last Updated: 03:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remove Saved Password: શું તમે પણ પોતાના લેપટોપ કે ફોનમાં પાસવર્ડ સેવ કરીને રાખો છો? તમારી અમુક ભુલોના કારણે પાસવર્ડ સ્કેમર્સ કે પછી કોઈ બીજા વ્યક્તિના હાથે લાગી શકે છે.

  • તમે પણ પાસવર્ડ કરી રાખો છો સેવ? 
  • તો આ વાતનું ખાસ રાખો ધ્યાન 
  • નહીં તો એક ભૂલ પડી શકે છે ભારે 

સોશિયલ મીડિયા હોય કે કોઈ અન્ય પ્લેટફોર્મ પર એકાઉન્ટ બધા માટે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહે છે. એક સારી પ્રેક્ટિસ હેઠળ યુઝર્સને એક જેવા પાસવર્ડ યુઝ ન કરવા જોઈએ. કારણ કે એવામાં એકાઉન્ટના હેક થવાના રિસ્ક વધી જાય છે. ઘણા યુઝર્સ પાસવર્ડને બ્રાઉઝર પર જ સેવ કરે છે. 

બધા ક્રેડેશિયલ્સને યાદ રાખવા મુશ્કેલ હોય છે. એવામાં બ્રાઉઝર્સે આપણી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે પાસવર્ડ મેનેજરનું ફિચર આપ્યું છે. એટલે કે જ્યારે પણ તમે કોઈ વેબસાઈટ પર લોગ-ઈન કરો તો સ્ક્રીન પર એક Save Passwordનું ઓપ્શન આવે છે. 

કેમ થઈ શકે છે મુશ્કેલી?
હકીકતે જ્યારે તમે બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ કરો છો તો તે યુઝરનેમ, પાસવર્ડ બિલિંગ ડિટેલ્સ અને અહીં સુધી કે ક્રેડિટ કાર્ડ નંબર પણ સેવ કરી લે છે. મોટાભાગના બ્રાઉઝરમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, ફિંગરપ્રિંટ સ્કેન, વન ટાઈમ વેરિફિકેશન કોડ જેવા સિક્યોરિટી ફિચર્સને ઓન નથી રાખતા. 

એવામાં જો કોઈના હાથમાં તમારૂ ડિવાઈઝ ગયું તો તે તમારા ક્રેડેન્શિયલ્સ ચોરી કરી શકે છે. સેવ પાસવર્ડ માટે ફક્ત બેદરકારી જ નહીં પરંતુ બીજા ખતરા પણ છે. બ્રાઉઝરમાં ઈન્સ્ટોલ થતા ઘણા એક્સટેન્શનમાં પણ મેલવેયર છુપાયેલા હોય છે. આ મેલવેયર ખૂબ સરળતાથી સેન કરેલા યુઝરનેમ-પાસવર્ડને ચોરી શકે છે. 

કઈ રીતે રિમૂવ કરી શકાય છે સેવ્ડ પાસવર્ડ? 

  • જો તમે યુઝરનેમ-પાસવર્ડ સેવ કરીને રાખો છો તો તે ખૂબ જ સરળતાથી ડિલિટ થઈ શકે છે. તેના માટે તમારે અમુક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે 
  • જો તમે ગુગલ ક્રોમ યુઝ કરો છો તો રાઈટ સાઈડમાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. 
  • પછી મેન્યૂમાં સેટિંગના ઓપ્શન પર જાઓ. 
  • અહીં તમને Password Manager ટેબને ઓપન કરવાનું રહેશે. 
  • સ્ક્રોલ ડાઉન કરવા પર તમારે તે તમામ વેબસાઈટની લિસ્ટ જોવા મળશે જ્યાં પાસવર્ડ સેવ છે.  
  • અહીંથી તમે સેવ્ડ પાસવર્ડને રિમૂવ કરી શકો છો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ