બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Remarried widow entitled to half of jawan's post-death benefits

ન્યાયિક / જવાનના મૃત્યુ પછી ફરી લગ્ન કરનાર વિધવા અડધા લાભો મેળવવા હકદાર- અમદાવાદ કોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 08:04 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક સિવિલ કોર્ટે પતિના મોત બાદ બીજા લગ્ન કરનાર મહિલાના કેસમાં એક મોટો ચુકાદો જાહેર કરતાં તેને મૃતકની વિધવા ગણીને અડધા લાભો આપવાનો આદેશ આપ્યો છે.

  • અમદાવાદની સિવિલ કોર્ટનો ચુકાદો 
  • જવાનના મૃત્યુ પછી ફરી લગ્ન કરનાર વિધવા અડધા લાભ માટે હકદાર
  • મૃતક જવાનના વારસદારોમાં તેની વિધવા અને સાસુ-સસરા સરખા હકદાર

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના જવાનના મૃત્યુ પછીના લાભો તેની માતા અને વિધવા વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અમદાવાદની સિવિલ કોર્ટે આદેશ આપ્યો હતો. જવાનની વિધવાએ થોડા વર્ષો પછી ફરીથી લગ્ન કર્યા હતા. પુનઃલગ્ન કરનારી વિધવાએ મૃતક જવાનના નિવૃત્તિના લાભો અંગેનો વિવાદ ઊભો થયો હતો જવાનના માતા-પિતાએ વિધવાના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો કે તેણે ફરીથી લગ્ન કર્યા હોઇ અને વિધવા તરીકેનો તેનો હક ગુમાવ્યો હતો.

કયા મામલામાં કોર્ટે આપ્યો ચુકાદો 
આ કેસની વિગત એવી છે કે રાંચીમાં તૈનાત CSIFના કોન્સ્ટેબલ રાજેશ પલાસપગરનું 24 ડિસેમ્બર, 2003ના રોજ અમરાવતીમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાયો ત્યારે તે રજા પર હતો. ડિપાર્ટમેન્ટે તેના ઉત્તરાધિકારી અંગે પરિવાર સાથે વારંવાર પૂછપરછ કરી હતી, પરંતુ પરિવારે કોઈ જવાબ આપ્યો ન હતો. 2011માં અમદાવાદ રહેતા રાજેશના માતા-પિતા, વિમળાબાઈ અને શેષરાવે સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેઓ તેમના પુત્રના કાયદેસરના વારસદાર છે અને તેથી તેઓ મૃત્યુ પછીના લાભો માટે હકદાર છે, જે 2.08 લાખ રૂપિયાની રકમ છે, કારણ કે કોન્સ્ટેબલે 12 વર્ષ  નોકરી કરી હતી.

ફરી લગ્ન કરનાર મહિલાએ પૂર્વ સાસ-સસરાંની અરજી સામે કોર્ટમાં નાખી ધા 
માતા-પિતાના આ દાવા સામે રાજેશની વિધવા વર્ષાએ વાંધો ઉઠાવ્યો હતો જેણે તે સમય સુધીમાં ફરીથી લગ્ન કરી લીધા હતા અને તે મહારાષ્ટ્રમાં તેના પતિ સાથે રહેતી હતી.માતાપિતાએ દાવો કર્યો હતો કે ફરીથી લગ્ન કરનારી વિધવા કાનૂની વારસદાર ન હોઈ શકે. વર્ષાએ કોર્ટને વિનંતી કરી હતી કે તેને વિધવા તરીકે મૃત્યુ પછીના લાભો માટે હકદાર ગણવામાં આવે. રાજેશના માતા-પિતાએ દલીલ કરી હતી કે વર્ષાએ ફરીથી લગ્ન કર્યા હોવાથી, તે તેમના પુત્રની કાનૂની વારસદાર ન હોઈ શકે અને તેની મિલકત વારસામાં મેળવવા માટે હકદાર નથી. સિટી સિવિલ જજ બેના ચૌહાણે જણાવ્યું હતું કે રાજેશની માતા અને વિધવા સમાન હિસ્સાના હકદાર છે કારણ કે હિન્દુ વારસા અધિનિયમ, 1956ની કલમ 8 મુજબ, માતા અને વિધવા મૃતક પુરુષના પ્રથમ વારસદારો છે.

ઉત્તરાધિકારીના મામલામાં વિધવાનો દરજ્જો મહત્ત્વનો 
કોર્ટે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના આદેશને ટાંકીને જણાવ્યું હતું કે ઉત્તરાધિકારીના મામલામાં વિધવાનો દરજ્જો મહત્ત્વનો હોય છે. આ કિસ્સામાં, 24 ડિસેમ્બર, 2003ના રોજ રાજેશનું મોત થયું હતું અને તે દિવસથી ઉત્તરાધિકાર શરૂ થયો હતો. જયારે વર્ષાએ સપ્ટેમ્બર 2007માં ફરીથી લગ્ન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ