બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / reliance mukesh ambani will buy stake in disney deal will final soon

બિઝનેસ / ટેલિકોમ બાદ હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, આ કંપની સાથે થવા જઇ રહી છે મોટી ડીલ

Arohi

Last Updated: 11:20 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukesh Ambani Disney Deal: મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં જ વોલ્ટ ડિઝ્નીનો બિઝનેસ ખરીદી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વિશે દાવો કરવામાં આવ્યો છે.

  • વોલ્ટ ડિઝ્નીનો બિઝનેસ ખરીદી શકે છે અંબાણી 
  • એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવા તૈયાર મુકેશ અંબાણી
  • વોલ્ટ ડિઝ્ની સાથે કરી શકે છે મોટી ડિલ 

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી હવે જલ્દી જ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર પણ કબજો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખબર છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જલ્દી જ વોલ્ટ ડિઝ્નીનો બિઝનેસ ખરીદી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. 

રિપોર્ટ અનુસાર રિલાયન્સ અને ડિઝ્ની બન્ને કેશ એન્ડ સ્ટોકમાં થતી ડીલની પાસે પહોંચી ગયા છે. આશા છે કે આ ડીલને જલ્દી જ ડન કરવામાં આવી શકે છે. આ મહિને આ ડીલની જાહેરાત પણ થઈ શકે છે. 

મર્જરની પણ આવી રહી છે ખબર 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સે વોલ્ટ ડિઝ્નીના એસેટની વેલ્યુ લગભગ 7થી 8 અબજ ડોલરની લગાવી છે. આ ડિલ હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝ્નીના મર્જની પણ ખરબ છે. 

સબ્સક્રાઈબર્સમાં થઈ રહ્યો છે ઘટાડો 
જણાવી દઈએ કે હાલમાં જ ડિઝ્નીના સબ્સક્રાઈબર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના ઉપરાંત ભારતમાં કંપની પોતાનો બિઝનેસ વેચવા કે પછી મર્જ કરવાનો પ્લાન બનાવી રહી છે. રવિવારે થયેલા ભારત અને ન્યૂઝીલેન્ડની મેચને લગભગ 4.3 કરોડ લોકોએ જોઈ છે. ત્યાં જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમદાવાદમાં થયેલી મેચને લગભગ 3.5 કરોડ લોકોએ જોઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ