- રિલાયન્સ 10 સપ્ટેમ્બરે કરશો લોન્ચ
- JioPhone Next થશે લોન્ચ
- જાણો તેના વિશે દરેક વાત
રિલાયન્સ જીયોના 10 સપ્ટેમ્બરે લોન્ચ થનાર JioPhone Nextને ડેવલોપ કરવા માટે ટેક દિગ્ગજ ગુગલ સાથે ભાગીદારી કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે જીયોફોન નેક્સ્ટ ફક્ત ભારતમાં જ નહીં ગ્લોબલ લેવલ પર સૌથી સસ્તો સ્માર્ટફોન છે. જૂનમાં RILની 44મીં વાર્ષિક બેઠકમાં જણાવતા અંબાણીએ ભાર પુર્વક જણાવ્યું હતું કે ભારતને '2જી મુક્ત' બનાવવા માટે એક અલ્ટ્રા-ચીપ 4જી સ્માર્ટફોનની જરૂર છે. એવામાં આજે અમે તમને આ ફોનની 7 ખુબિઓ જણાવવા જઈ રહ્યા છીએ.
- JioPhone Next એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના એક ઓપ્ટિમાઈઝ્ડ વર્ઝન પર કામ કરે છે જેને સંયુક્ત રૂપથી Jio અને Google દ્વારા ખાસ રૂપથી ભારતીય બજાર માટે વિકસિત કરવામાં આવ્યો છે.
- JioPhone Nextમાં અત્યાધુનિક ફિચર્સ છે. જેમાં વોઈસ આસિસ્ટન્ટ, લેન્ગ્વેજ ટ્રાન્સલેશન, સ્ક્રીન ટેક્સ્ટનું ઓટોમેટિક રીડ-અલાઉડ અને ઓગમેન્ટેડ રિયાલિટી ફિલ્ટર વાળા સ્માર્ટ કેમેરા શામેલ છે. એ યુઝર્સ માટે જે પોતાની ભાષામાં કોન્ટેન્ટને સમજવા માટે સક્ષ્મ નથી થઈ શકતા. ફોન યુઝર્સને એક બટનના ટેપની સાથે તેની સ્ક્રીન પર જે કંઈ પણ છે તેને ટ્રાન્સલેટ કરવાની પરવાનગી આપશે અને ત્યાં સુધી કે તેને પોતાની ભાષામાં પણ વાંચશે.
- JioPhone Next 3,499 રૂપિયાની અનુમાનિત કિંમતની સાથે આવી શકે છે. પરંતુ રિલાયન્સ જીયો કિંમત ઓછી કરવા માટે બીજી ઓફર આપી શકે છે.
- JioPhone Next નેક્સ્ટના ક્વાલકોમ સ્નેપડ્રેગન 215 પ્રોસેસરની સાથે લોન્ચ થવાની આશા છે જે 4G નેટવર્કને સપોર્ટ કરે છે.
- આશા છે કે રિલાયન્સ જીયો ખરીદનારને 2GB રેમ અને 3GB રેમ વેરિએન્ટનો વિકલ્પ આપશે. ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં Jio 16GB વેરિએન્ટ અને 32GB વેરિએન્ટ લોન્ચ કરી શકે છે.
- ડિવાઈઝને એટડી રિઝોલ્યુશનની સાથે 5.5 ઈંચ ડિસ્પ્લે મળવાની આશા છે.
- નવો JioPhone Next અલગ અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં બ્લુ વેરિએન્ટ પણ શામેલ છે.
- સ્માર્ટફોન ફાસ્ટ, હાઈ ક્વોલિટી વાળા કેમેરાથી સજ્જ છે જે રાતમાં અને ઓછા પ્રકાસમાં ક્લિયર તસ્વીર આપે છે. Googleલે આ સ્નેપ જે ફોટો શેરિંગ એપ સ્નેપચેટની પેરેન્ટ કંપની છે તેની સાથે પણ ભાગીદારી કરી છે જેનાથી સ્નેપચેટ લેન્સને સીધો ફોન કેમેરામાં આપી શકાય છે.