બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / reliance jio 597 vs 599 rupee prepaid recharge plan comparison spend 2 rupee more to get extra 93gb data

ઓફર / જિયોનો જબરદસ્ત પ્લાન, માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને મેળવો 93 GB એકસ્ટ્રા ડેટા સહિત ધાંસૂ સુવિધાઓ

Noor

Last Updated: 09:47 AM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે ટેલિકોમ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે સસ્તા અને સારાં પ્લાન ઓફર કરે છે.. જેમાં જિયો પણ પાછળ નથી. જિયો તેના ગ્રાહકો માટે અલગ-અલગ પ્રીપેડ પ્લાન લાવતું રહે છે.

  • જિયોના ગ્રાહકો માટે બેસ્ટ છે આ પ્લાન
  • માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને મેળવો ડેટા સહિત અન્ય સુવિધાઓ
  • આ પ્લાનમાં મળે છે 93 GB એકસ્ટ્રા ડેટા 

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહી છે. નંબર 1 ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પાસે પણ જોરદાર પ્લાન્સ છે. આ સિવાય જિયો એવા પ્લાન છે જેમાં ડેટાની કોઈ લિમિટ નથી. રિલાયન્સ જિયો પાસે 597 અને 599 રૂપિયાના બે પ્લાન છે. આ બંનેની વચ્ચે છે આમ તો બે રૂપિયાનું અંતર છે પણ સુવિધાઓની વાત કરી તો બંનેમાં ઘણું અંતર છે. ચાલો જાણીએ.

જિયોનો 597 રૂપિયાનો પ્લાન 

રિલાયન્સ જિયોના 597 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને 75GB ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા ડેઈલી લિમિટ વિના આવે છે. એટલે કે તમે એક દિવસમાં 75GB ડેટા પણ વાપરી શકો છો. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જિયોનો 599 રૂપિયાવાળો પ્લાન 

આવી જ રીતે જિયો કંપનીએ 599 રૂપિયાનો એક પ્લાન પણ લોન્ચ કર્યો છે. તેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં પણ 2 GB ડેટા દરરોજ મળે છે. તેમાં ગ્રાહકોને 168 GB હાઇસ્પીડ ડેટા મળે છે. જેવી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તેની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળે છે. સાથે દરરોજ 100 SMS પણ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સ સબ્સક્રિપ્શન પણ આ પેકના ગ્રાહકોને મળે છે. જિયોના આ પ્લાનમાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર એક વર્ષ માટે ડીઝની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.

માત્ર 2 રૂપિયા વધુ ખર્ચવા પર મેળવો 93 જીબી એક્સ્ટ્રા ડેટા

જિયોના 597 રૂપિયાના પ્લાનની તુલનામાં 599 રૂપિયાના પ્લાનમાં માત્ર બે રૂપિયા  વધુ ખર્ચ કરવાથી ડબલ ડેટા મળે છે. 597 રૂપિયાના પ્લાનમાં ટોટલ 75GB ડેટા મળે છે. જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં 168GB ડેટા મળે છે, જે ડબલથી પણ વધુ છે. જોકે, 597 રૂપિયાના પ્લાનની તુલનામાં 599ના પ્લાનમાં 6 દિવસની વેલિડિટી ઓછી મળે છે. 597 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Recharge Plan Reliance Jio comparison Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ