બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / reliance jio 4x benefit offer announced check details

સોનેરી તક / જિયોની ધમાકેદાર ઓફર, એક રિચાર્જ પર યુઝર્સને મળશે આ 4 મોટા ફાયદા, જલ્દી લઈ લો લાભ

Noor

Last Updated: 03:43 PM, 5 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવ્યું છે. જેનું નામ છે રિલાયન્સ જિયો 4X બેનિફિટ ઓફર. તેને રિલાયન્સ ડિજિટલ, ટ્રેન્ડ્સ, ટ્રેન્ડ્સ ફુટવિયર અને Ajio સાથે પાર્ટનરશિપમાં રજૂ કરવામાં આવી છે.

  • રિલાયન્સ જિયોનો ધમાકો
  • કંપની યુઝર્સ માટે લાવી જોરદાન પ્લાન
  • એક રિચાર્જ પર હજારોનો ફાયદો

આ ઓફર હેઠળ યુઝર્સ જૂન મહિનામાં રિચાર્જ કરીને ઈલેક્ટ્રોનિક્સ, અપારેલ, (ઓનલાઈન અને ઓફલાઈન બંને) અને ફુટવિયર પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ નવી ઓફરમાં 4X બેનિફિટ્સ ડિસ્કાઉન્ટ કૂપન્સના ફોર્મમાં આપવામાં આવી રહ્યાં છે. આ કૂપન્સને રિલાયન્સ ડિજિટલ, Ajio, ટ્રેન્ડ્સ અને ટ્રેન્ડ્સ ફુટવિયર પર આકર્ષક ડિસ્કાઉન્ટ માટે રીડિમ કરી શકાય છે. આ ઓફર 249 રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ પ્લાન પર જૂન મહિનામાં લાગુ થશે. ગ્રાહકોને જૂન મહિનામાં દરેક રિચાર્જ પર 5100 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ વાઉચર મળશે.

કંપનીના ઓફર 249 રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ પ્લાનના તમામ જિયો યુઝર્સને આ ઓફર કૂપન્સ મળશે. આ કૂપન્સ યુઝર્સને માયજિયો એપમાં કૂપન્સ સેક્શનમાં ક્રેડિટ કરવામાં આવશે. આ ઓફર જિયોના જૂના અને નવા બંને ગ્રાહકો માટે વેલિડ છે. એટલું જ નહીં અગાઉના એક્ટિવ પ્લાનનો ઉપયોગ કરનારા યુઝર્સ પણ આ નવી ઓફરનો લાભ લઈ શકે છે. તેના માટે ગ્રાહકોએ માત્ર એક રિચાર્જ કરાવવું પડશે. 

આ નવા રિચાર્જ પ્લાન એડવાન્સ રિચાર્જ પ્લાન તરીકે કામ કરશે અને યુઝર્સ માયજિયો એપમાં માય પ્લાન્સ સેક્શનમાં એડ થઈ જશે. આ પ્લાનનો ઉપયોગ વર્તમાન પ્લાન સમાપ્ત થયા બાદ કરી શકાશે. ધ્યાન રાખજો કે આ એક લિમિટેડ પીરિયડ ઓફર છે. જે માત્ર 1 જૂનથી 30 જૂન 2020 સુધી વેલિડ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

4x benefit Details Offer Reliance Digital Reliance Jio announced Best Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ