Reliance industries q3 result fy22 october december 2022 quarter rise mukesh ambani
નેટ પ્રોફિટ /
અંબાણીને કમાણી જ કમાણી : રિલાયન્સનો નફો 4800 કરોડ વધ્યો, કુલ નેટ પ્રોફિટે તમામ અનુમાનો તોડ્યા
Team VTV09:33 PM, 21 Jan 22
| Updated: 09:37 PM, 21 Jan 22
દેશની સૌથી ધનવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામ જાહેર કરી દીધા છે. રિલાયન્સનો નફો 4800 કરોડ વધ્યો છે. કુલ નેટ પ્રોફિટે તમામ અનુમાનો તોડ્યા છે.
વધી ગઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાણી
રિલાયન્સનું પ્રોફિટ 42 ટકા વધ્યું
4800 કરોડથી વધુની કમાણી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર-ડિસેમ્બર તિમાહીના પરિણામ જાહેર કરી દીધા છે. આ ત્રિમાસિકમાં કંપનીના કંસોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક આધારે 42 ટકા વધીને 18,549 કરોડ રૂપિયા રહ્યું. આ મર્યાદામાં કંપનીની એકીકૃત આવક 1.9 લાખ કરોડ રૂપિયા રહી છે. આનાથી છેલ્લી ત્રિમાસિક(જુલાઈ-સપ્ટેમ્બર 2021)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 13,680 કરોડ રૂપિયા હતા. જ્યારે, એકીકૃત આવક 1.7 લાખ કરોડ રૂપિયા હતી. આ હિસાબે પહેલી ત્રિમાસિકની તુલનામાં કંપનીનું પ્રોફિટ અંદાજિત 5,000 કરોડ રૂપિયા(4,869).
ડિસેમ્બર 2021માં સ્માપ્ત ત્રિમાસિકમાં કંપનીનું રેવેન્યૂ પણ 55 ટકા વધીને 1,91,271 કરોડ રૂપિયા પહોંચી ગયું.
આ દરમિયાન રિલાયન્સ જિયો ઇન્ફોકૉમનું નેટ પ્રોફિટ 10 ટકાની તેજી સાથે 3615 રૂપિયા પહોંચી ગયું. ગત વર્ષની સમાન ત્રિમાસિકમાં આ 3291 કરોડ રૂપિયા રહ્યું હતું.