બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Regular walk in winter season, keeps the body fit and free from diseases

સ્વાસ્થ્ય / શરીરને રાખવું છે હેલ્ધી અને ફિટ? તો શિયાળામાં રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળી જાઓ, બીમારીઓ ઝટથી ગાયબ

Pooja Khunti

Last Updated: 02:24 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily morning walk in Winter: સવારે ચાલવું એક સારી આદત છે. દરરોજ સવારે નિયમિત રીતે ચાલવાથી શરીર રોગ મુક્ત રહે છે. ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હ્રદયને લગતી બીમારીઓ દૂર થાય છે.

  • શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને
  • તમારી માનસિક સ્થિતિ સારી રહે
  • નિયમિત રીતે ચાલવાથી શરીરની કેલરી બર્ન થાય 

સવારે ચાલવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.  જે આપણાં શરીરને કોઈ પણ નાની-મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા આપે છે.  સવારે ચાલવાનો એક મોટો ફાયદો એ છે કે તેનાથી તમારી માનસિક સ્થિતિ સારી રહે છે અને ચિંતા જેવી સમસ્યાઓ દૂર થાય છે.  ઘણી વાર શિયાળામાં વેલા ઊઠવાનાં આળસથી સવારે ચાલવાનું છોડી દઇએ છીએ.  જાણીએ શિયાળામાં નિયમિત રીતે ચાલવાથી થતાં ફાયદાઓ વિશે. 

મૂડ સારો રહે 
શિયાળામાં દરરોજ સવારે ચાલવાનાં લીધે, શરીરમાંથી સારા હોર્મોન્સ નીકળે છે.  જેમકે એન્ડોર્ફિન હાર્મોન્સ જેનાંથી તમારું મૂડ સારું રહેશે. 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને 
શિયાળામાં સવારે ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેથી આપણું શરીર જલ્દી બીમારીઓથી સંક્રમિત થવાથી બચે છે. 

વજન સંતુલિત રહે 
શિયાળામાં નિયમિત રીતે ચાલવાથી શરીરની કેલરી બર્ન થાય છે. જેનાંથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.  જે આપણાં વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. 

ફેફસાની ક્ષમતા વધારે 
શિયાળાની ઋતુમાં ગતિથી ચાલવાથી ફેફસાની ક્ષમતા વધે છે અને શ્વસન સ્નાયુઓ મજબૂત બને છે.  ઝડપી શ્વાસ લેવાથી શરીર સ્વસ્થ રહે છે. 

હાડકાં મજબૂત બને 
રોજ સવારે ચાલવાથી શરીરનું રક્ત પરિભ્રમણ વધે છે.  જેથી પોષક તત્વો સમયસર આપણાં શરીરનાં હાડકાં સુધી પહોંચે છે.  જેનાં લીધે હાડકાં મજબૂત બને છે અને ફેક્ચરનું જોખમ ઘટે છે. 

સાંધાની સમસ્યાઓ ઘટે 
ઠંડીમાં સવારે ગતિથી ચાલવાથી અને વ્યાયામ કરવાથી સાંધાની પણ કસરત થાય છે.  સાંધાનું ગ્રીસિંગ થાય છે અને આર્થરાઈટિસ જેવી બીમારીઓ દૂર થાય છે.  

મગજશક્તિ વધે 
સવારે નિયમિત રીતે ચાલવાથી લોહીનો પ્રવાહ વધી જાય છે.  જેથી આપણાં મગજને જરૂરી માત્રામાં ઓક્સિજન મળે છે.  તેથી આપણી યાદ કરવાની ક્ષમતા વધી જાય છે.  જે આપણાં મગજને બધી જ રીતે સ્વસ્થ રાખે છે. 

પૂરતી ઊંઘ લેવી 
સવારે વહેલાં ઉઠી ચાલવાથી અને વ્યાયામ કરવાથી શરીરને થાક લાગે છે.  તેથી આપણી ઊંઘવાની પેટર્ન સુધરે છે.  7-8 કલાક ઊંઘવાથી આપણું શરીર સ્વસ્થ બને છે. શરીરમાં ઊર્જાનું સંચાર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ