બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Registration for common admission process in government university starts today

શિક્ષણ / આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજિસ્ટ્રેશન શરૂ, જાણો ક્યાં સુધી ચાલશે આ પ્રોસેસ

Ajit Jadeja

Last Updated: 09:36 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થઈ રહી છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે

Common Admission Procedure : કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જ્યાં કોમન એડમિશન પોર્ટલ માં આજથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઇ છે.  સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થઈ રહી છે. જ્યાં વિદ્યાર્થી ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. 

શિક્ષણ વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ રાજ્યની સરકારી યુનિવર્સિટી માં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. વિદ્યાર્થી ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે.  વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થશે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રક્રિયા શરૂ થઇ છે. પ્રથમ તબક્કાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવશે. 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઈચ્છતાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

વિદ્યાર્થીઓને એડમિશન માટે એક જ અરજી

પહેલા વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં અરજી કરતા હતાં અને તે માટે ફી પણ અલગ અલગ ભરવી પડતી હતી. જેથી હવે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીને ફક્ત એક જ વખત ફી ભરીને પોતાના મન મતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. અગાઉ વિદ્યાર્થી સરેરાશ રૂ. 500 ખર્ચીને અંદાજે 5 કોર્સમાં અરજી કરતા હતા. તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ MS યુનિવર્સિટીની BBA કોલેજમાં યોજાઇ આતંકી હુમલાની મોકડ્રીલ, જુઓ ચેતક કમાન્ડોએ કેવી રીતે પરિસ્થિતિને કાબૂમાં લઇ લીધી

પ્રવેશ પ્રક્રિયા સરળ

વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્વારા કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓને ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.

ગુજરાતની 14 યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન - IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ