બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Registration for Amarnath Yatra will start from this date

અમરનાથ યાત્રા / શિવ ભક્તો તૈયાર થઇ જાઓ: આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન

Kishor

Last Updated: 08:30 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રાને લઈને અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

  • ચારધામ બાદ અમરનાથ જનારા યાત્રિકો માટે ગુડ ન્યુઝ
  • અમરનાથ યાત્રાઃ ભક્તો ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે

અમરનાથ યાત્રાએ જવા ઇચ્છતા ભક્તો માટે ખુશખબરી છે. જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ સુધી અમરનાથ યાત્રાની સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. આ યાત્રામાં કેટલા લોકોને મંજૂરી આપવામાં આવશે? તે અંગે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.જો કે બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ૧ એપ્રિલ એટલે સંભવિત તારીખ માનવામાં આવી રહી છે કારણકે, ફેબ્રુઆરી મહિનામાં મળનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી મળી શકી નથી.

devotional-uttarakhand-government-reveals-schedule-for-char-dham-yatra

 

અમરનાથ યાત્રા ૬૦ દિવસની હોઈ શકે છે
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે અમરનાથ યાત્રા ૬૦ દિવસની હોઈ શકે છે, કારણ કે આ વખતે શ્રાવણી પૂનમ ૩૦ ઓગસ્ટે છે અને પ્રથમ દર્શન એક જુલાઈએ થશે. અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાનેે જોતાં વહીવટી તંત્ર અત્યારથી તૈયારીમાં લાગી ગયું છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, અમરનાથ યાત્રાની તારીખ સહિત અન્ય વ્યવસ્થા અંગેની જાહેરાત કરવા સંદર્ભે ટૂંક સમયમાં બોર્ડની બેઠક બોલાવવામાં આવી રહી છે.

શ્રદ્ધાળુઓ માટે મોટી રાહત: ચારધામ યાત્રા પર નવી ગાઈડલાઈન જાહેર, કોવિડ ટેસ્ટ  અને સર્ટિફિકેટની જરૂર નથી | uttarakhand chardham yatra guidelines corona  test and ...

તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓના મતે, યાત્રા માટે ભક્તોનું રજિસ્ટ્રેશન એપ્રિલ મહિનામાં બેન્કો થકી શરૂ થઈ જશે. રોજ ૨૦,૦૦૦ ભક્તોનું રજિસ્ટ્રેશન થશે. આ સાથે જ મુસાફરી દરમિયાન ઓન સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, પરંતુ યાત્રા માટે કેટલા ભક્તોને મંજૂરી આપવામાં આવશે? તે બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, એપ્રિલથી ઓનલાઈન માધ્યમથી ભક્તો રજિસ્ટ્રેશન કરાવી શકશે. યાત્રાને સફળ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ