ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / referring-to-pakistan-pok-bjp-mp-says-modi-government-has-amnesia

નિવેદન / પાક સાથે વાતચીત મુદ્દે પોતાની જ સરકાર પર ભડક્યા આ BJP MP, કહ્યું- મોદી સરકારને ભૂલવાની બીમારી

Published By: Nirav

Last Updated: 09:34 PM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે પોતાની જ પાર્ટીની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીત થઈ છે.

ADVERTISEMENT

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ વાતચીત 
  • યુએઇના દાવા પ્રમાણે દુબઈમાં વાતચીત થઈ 
  • યુએઇના અમેરિકાના રાજદૂતે એક કાર્યક્રમમાં આ વાત સ્વીકારી 

ભાજપના રાજ્યસભા સાંસદ અને પોતાના સ્પષ્ટ વિધાનો માટે પ્રખ્યાત સુબ્રમણ્યમ સ્વામીએ આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી નાખી હતી અને કહ્યું હતું કે દુબઈમાં ભારત અનેમ પાકિસ્તાનની વચ્ચે વાતચીત થઈ છે, શું પાકિસ્તાન તેના કબજા વાળા કાશ્મીરને ખાલી કરવા જઈ રહ્યું છે? મોદી સરકારને આ મુદ્દો ટો ભૂલી જવાની બીમારી છે. આપણે આ વસ્તુને શા માટે સહન કરીએ છીએ?

સ્વામીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

સ્વામીએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે રશિયાએ પાકિસ્તાનની સેનાને ભારતની સાથે વાતચીત કરવા માટે મજબૂર કર્યું છે અને એશિયાની પાપની રાજધાની દુબઈમાં એક આરબ શેખે ભારતીય શાસકોને પાકિસ્તાનની સાથે વાત કરવા માટે કહ્યું હતું. શા માટે? શું પાકિસ્તાન તેના કબજા વાળું કાશ્મીર ખાલી કરી રહ્યું છે? નહીં ને! આ વિષય પર મોદી સરકારને ભૂલી જવાની બીમારી છે. આપણે શા માટે તેને ચૂપચાપ સહન કરીએ છીએ. 

મહત્વનું છે કે હાલમાં એક અહેવાલ પ્રમાણે યુએઇએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઘટાડવા માટે અને દ્વિપક્ષીય સંબંધોને શરૂ કરવા માટે લવાદી જેવી ભૂમિકા ભજવી છે અને આ જાણકારી અમેરિકામાં યુએઇના રાજદૂત અલ ઓટાઈબાએ આપી હતી. 

યુએઇના રાજદૂતે વાત સ્વીકારી હતી 

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હૂવર સંસ્થાની સાથે કે એક વર્ચ્યુઅલ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે બંને દેશ સૌથી સારા મિત્રો તો નથી બની શકતા પણ કમસે કમ એક એવા લેવલ પર તો પહોંચી જ શકે છે કે બંને દેશો વચ્ચે વાતચીત થાય. મહત્વનું છે કે હાલમાં 25 ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે એલઓસીના ક્ષેત્રોમાં સંઘર્ષવિરામની બધી જ સમજૂતીઓના પાલન માટે બંને દેશો સહમત થયા હતા. 

યુએઇના રાજદૂતે જ આ વાત કહી હતી અને આ બંને દેશોની વાતચીતની વચ્ચે પોતાના દેશની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે બંને દેશોથી પ્રભાવિત થયા છીએ અને મદદગાર બનવાની કોશિશ કરી રહ્યા છીએ. ભારત અને પાકિસ્તાન તેના ઉદાહરણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

UAE india pakistan talks modi government subramanian swamy સુબ્રમણ્યમ સ્વામી Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ