બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reentry of suspended IAS officer Gaurav Dahiya into the system

BIG BREAKING / સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાની સિસ્ટમમાં રિએન્ટ્રી, ગુજરાત સરકારે સોંપ્યો મહત્વનો પદભાર

Malay

Last Updated: 05:36 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકારે ગૌરવ દહિયાને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

  • સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાને પરત લેવાયા
  • દહિયાની એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક
  • દિલ્હીની મહિલાના આક્ષેપ બાદ દહિયાને કરાયા હતા સસ્પેન્ડ

સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IAS અધિકારી ગૌરવ દહિયા ( IAS Gaurav Dahiya) ને પરત લેવામાં આવ્યા છે. ગૌરવ દહિયાની એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, દિલ્હીની મહિલાએ ગૌરવ દહિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. મહિલાના આક્ષેપ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

No description available.


શું હતો સમગ્ર મામલો?
ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયા સામે દિલ્હીની લીનુ સિંઘ નામની એક મહિલાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ગૌરવ દહિયાનો કેસ હાઈપ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી પોલીસે આ કેસ અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણ કરી હતી. ત્યારબાદ રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી. 

Topic | VTV Gujarati
ગૌરવ દહિયા

2019માં કરાયા હતા સસ્પેન્ડ
જેમાં આક્ષેપ લગાવનાર મહિલા લીનુ સિંઘે પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. જે બાદ મહિલા IAS સુનયના તોમરે વિજય રૂપાણીને આ અંગે રિપોર્ટ સોપ્યો હતો. તપાસ સમિતિના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

વકીલે ફગાવ્યા હતા તમામ આક્ષેપો 
તો બીજી તરફ ગૌરવ દહિયાના વકીલ દ્વારા દહિયા સામે થયેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. આ મામલે જુલાઈ 2020માં ગૌરવ દહિયાના વકીલે નિવેદન આપ્યું હતું કે, લીનુ સિંઘના તમામ આક્ષેપો કોર્ટમાં ખોટા પુરવાર થયા છે. જુલાઈ 2019માં ખોટી ફરિયાદ કરી હતી.

ગૌરવ દહિયા કેસ : વકીલે કહ્યું, લીનુ સિંઘની 20 કરોડ અને મકાનની ડિમાન્ડ પૂરી  ન થતાં ષડયંત્ર રચ્યું હતું | suspended ias officer gaurav dahiya case delhi  high court advocate

લીનુ સિંઘના 2015માં થઈ ચૂક્યા છે લગ્નઃ વકીલ
ગૌરવ દહિયાના વકીલે જણાવ્યું હતું કે, લીનુ સિંઘે પૈસા પડાવવા માટે ફરિયાદ કરી હતી. 20 કરોડ રૂપિયા અને દિલ્હીમાં મકાનની ડિમાન્ડ પૂરી ન થતા ષડ્યંત્ર રચ્યું હતું. વર્ષ 2015માં જ લીનુ સિંઘના કુલદીપ દિનકર નામના વ્યક્તિ સાથે લગ્ન થઈ ચૂક્યાં હતા. ત્યાર બાદ આ બંન્નેએ ભેગા મળી ગૌરવ દહિયાને ફસાવી અને પૈસા પડાવવા માટે કાવતરું ઘડ્યું હતું.  ગાઝિયાબાદથી લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. 

દિલ્હી હાઈકોર્ટે આપી હતી સૂચના
દિલ્હી હાઈકોર્ટે પણ આ કેસમાં લીનુ સિંઘ સામે લાલ આંખ કરીને પ્રીમા ફાસી એટલે કે હાલના તબક્કે ગૌરવ દહિયાને મોટી રાહત આપી હતી. આ ઉપરાંત કોર્ટે લીનુ સિંઘ અથવા તેમના સાથીઓ દ્વારા ફેલાવવામાં આવેલા અને ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી વેબસાઈટ ઉપર ગૌરવ દહિયાને લગતા અને આ કેસને લગતા લખાણો, પોસ્ટ્સ અને કોઈ પણ પ્રકારના સાહિત્યને દૂર કરીને અથવા તે કન્ટેન્ટને બ્લોક કરી દેવાની સૂચના આપી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ