Reduce weight without exercise: બિઝી લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગે લોકો જિમ જવા અથવા ઘરમાં એક્સરસાઇઝનો ટાઇમ મળતો નથી, તો અપનાવો આ ડાયેટ
એક્સરસાઇઝ કર્યા વિના કરી શકો છો વેઇટ લોસ
વિટામિન સીથી ભરપુર લીંબુ એકસ્ટ્રા ફેટને ઓગાળે છે
ગ્રીન ટી વજન ઘટાડવાની સાથે બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે
Reduce weight without exercise:આજના સમયમાં દરેક વ્યક્તિને સ્લિમ ટ્રીમ અને ફિટ રહેવુ ગમે છે, પરંતુ બિઝી લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગે લોકો જિમ જવા અથવા ઘરમાં એક્સરસાઇઝનો ટાઇમ મળતો નથી.
ઘણી વખત લોકો એક્સરસાઇઝ તો શરુ કરી લો છો પરંતુ તેને રેગ્યુલર રાખી શકતા નથી. તેવામાં અહીં તમને સરળ ઉપાય વિશે જણાવીએ. જેની મદદથી તમે એક્સરસાઇઝ વિના વજન ઘટાડી શકો છો.
1. લીંબુ
વેઇટ લોસમાં લીંબુ ખૂબ જ મદદગાર થઇ શકે છે. વિટામિન સીથી ભરપુર લીંબુ એકસ્ટ્રા ફેટને ઓગાળે છે, અને તમને ફિટ બનાવે છે.
2. કોબીજ
કોબીજમાં ફાઇબર હોય છે, જે વેઇટ લોસમાં મદદગાર છે વજન ઘટાડવા માટે તમે એનાથી બનેલા સૂપ, શાક અને સલાડ ખાઇ શકો છો.
3.ગાજર
ગાજર પણ લો કેલેરી વાળુ શાક છે, જેને ખાઇને વધેલા વજનને કંટ્રોલમાં રાખી શકાય છે.
4. વરીયાળી
મેદસ્વિતા ઘટાડવા માટે વરીયાળી ખૂબ જ ફાયદાકારક છે. વરીયાળીમાં ફાયબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે.
5. ગ્રીન ટી
જાડાપણાને ઘટાડવા માટે તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો. ગ્રીન ટી વજન ઘટાડવાની સાથે બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે.
6.ખીરા
ખીરા પણ વેઇટ લોસ કરવામાં મદદગાર છે. તેનાથી કેલેરી ના બરાબર હોય છે અને તેમાં પાણીની માત્રા વધારે હોય છે, જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.