બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી અત્યારે ક્યાં મળી રહી છે? વાસ્તવિક સ્થિતિ શું?

મહામંથન / ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી અત્યારે ક્યાં મળી રહી છે? વાસ્તવિક સ્થિતિ શું?

Last Updated: 10:00 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલગ-અલગ જિલ્લામાં તપાસ કરી દિવસે ખેતીની વીજળી અત્યારે ક્યાં મળી રહી છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો

ખેડૂતોને દિવસે વીજળી મળે છે કે નહીં તેને લઇને VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સાથે જ દિવસે વીજળીનું લક્ષ્ય કેટલું હાંસલ થયું તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. આ અલગ-અલગ જિલ્લામાં તપાસ કરી દિવસે ખેતીની વીજળી અત્યારે ક્યાં મળી રહી છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો સાથેજ ખેતીમાં દિવસે વીજળી મળી રહે તે માટે વીજકંપનીઓનું કામ કેટલે પહોંચ્યું તે પણ જાણવામાં આવ્યું હતું. સાથે-સાથે દિવસે વીજળીને લઈને ખેડૂતોનો અનુભવ શું છે, તેમનો મત શું છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.

કયા જિલ્લામાં કર્યું રિયાલીટી ચેક ?

ગીર-સોમનાથ

કચ્છ

સાબરકાંઠા

બનાસકાંઠા

બોટાદ

સુરત

ખેડૂતો શું કહે છે ?

ગીર-સોમનાથ

ગીર-સોમનાથના ખેડૂતો કહે છે કે તૂટક-તૂટક વીજળી મળે છે. દિવસે વીજળી મળે છે પરંતુ એકસાથે નથી મળતી માટે એકસાથે વીજળી મળે તો વધારે સારુ છે. ઉપરાંત દિવસે વીજળીમાં અનેકવાર ફોલ્ટ ઉભો થાય છે.. ફોલ્ટ રિપેરિંગ યોગ્ય રીતે થાય તે જરૂરી છે..

સાબરકાંઠા

બીજી તરફ સાબરકાંઠાના ખેડૂતોએ કહ્યું કે તેમને દિવસે વીજળી મળી રહી છે. સવારના 7 વાગ્યાથી વીજળી મળે છે. અગાઉ જ્યારે રાત્રે વીજળી મળતી ત્યારે તકલીફ પડતી હતી. પરંતુ હવે સવારે 7 થી સાંજે 6 સુધી વીજળી મળે છે, અને બીજા ભાગમાં સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી વીજળી મળે છે

કચ્છ

કચ્છના ખેડૂતોએ કહ્યું કે મહિનામાં અલગ-અલગ સમયે વીજળી મળે છે. દિવસે વીજળી નિયમિત નથી મળતી અને 8 કલાક પૂરતી વીજળી મળતી નથી. તેમણે કહ્યું કે તેમને દિવસમાં 5 થી 6 ભાગમાં વીજળી મળે છે. સળંગ વીજળી મળતી નથી. 8 કલાક વીજળી હોય એમા બે કલાક કપાઈ જાય છે. વીજળીમાં કાપ આવે ત્યારે વળતર નથી મળતું

બનાસકાંઠા

બનાસકાંઠાના ખેડૂતોએ કહ્યું કે પૂરતા વોલ્ટેજ મળતા નથી. 400 વોલ્ટને બદલે 200 વોલ્ટથી વીજળી મળે છે.ઓછા પાવરથી મોટર ગરમ થઈ જાય છે અને પૂરતું પાણી નથી મળતું એટલે પાકને નુકસાન થાય છે. મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠામાં સબ સ્ટેશન ઓછા છે

સુરત

સુરતના ખેડૂતોએ કહ્યું કે વીજતાર અને ટ્રાન્સફોર્મરની ચોરીના બનાવ બન્યા છે. વીજચોરીને લીધે ખેડૂતોને નુકસાન થાય છે. તાર અને ટ્રાન્સફોર્મરની ચોરી બાદ લાઈન મેઈન્ટેનન્સ થતું નથી

બોટાદ

બોટાદના ખેડૂતોએ કહ્યું કે નવરાત્રી પછી દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતો દિવસે વીજળી મળવાથી ખુશ છે. દિવસે વીજળીનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે

સંકળાયેલા મુદ્દાઓ

VTV News Reality Check Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ