બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 2000ની નોટ બંધ કર્યાને ડોઢ વર્ષ ઉપર થયા, છતાંય 7000 કરોડથી વધુ મૂલ્યની નોટો કોણ દબાવીને બેઠું છે, RBIએ આપી અપડેટ

ઘટસ્ફોટ / 2000ની નોટ બંધ કર્યાને ડોઢ વર્ષ ઉપર થયા, છતાંય 7000 કરોડથી વધુ મૂલ્યની નોટો કોણ દબાવીને બેઠું છે, RBIએ આપી અપડેટ

Last Updated: 11:36 AM, 2 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI 2000 Notes Latest News : ગુલાબી 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ લોકો હજુ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની આ ચલણી નોટોને દબાવી રાખી

RBI 2000 Notes : તમને બધાને ગુલાબી કલરની રૂ.2000ની ચલણી નોટ તો યાદ હશે જ. જોકે અગાઉ સરકાર દ્વારા આ રૂ.2000ની ચલણી નોટ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આપણાં દેશમાં ગુલાબી 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ લોકો હજુ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની આ ચલણી નોટોને દબાવી રાખી છે. . રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓક્ટોબરના પ્રથમ દિવસે આ ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે, ચલણમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદથી કુલ રૂ. 2000ની 98 ટકા નોટો પરત આવી ગઈ છે, હજુ પણ 2% નોટ પરત આવવાની રાહ RBI જોઈ રહી છે.

શું કહ્યુ RBIએ ?

1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેંક RBIએ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂ. 2000ની નોટોના વળતરનો ડેટા શેર કરતા કહ્યું કે, આ મૂલ્યની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. આ નોટોને ચલણમાંથી બહાર કાઢ્યા પછી શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે.

જાણો શું કહી રહ્યા છે આંકડા ?

1 જુલાઈ, 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરાયેલા આંકડા અનુસાર 7581 કરોડ રૂપિયાની 2000ની નોટો બજારમાં બાકી રહી ગઈ છે જ્યારે 1 સપ્ટેમ્બર સુધી પણ આ આંકડો 7000 કરોડથી ઓછો નથી. આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટો જ પરત આવી શકી છે. હવે ઑક્ટોબરના ડેટાને જોતાં નોટો ઉપાડવાની ધીમી ગતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગયા વર્ષે મે 2023માં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હાજર હતી અને 29 ડિસેમ્બર 2023 સુધીમાં આ આંકડો ઘટીને 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

શું તમે જાણો છો કેમ બંધ કરાઇ હતી ગુલાબી કલરની રૂ.2000ની ચલણી નોટ ?

RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની રૂ. 2000ની નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેંકે સ્થાનિક બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી.

તમે હજુ પણ 2000 રૂપિયાની નોટો જમા કરાવી શકો છો

નોંધનિય છે કે, આ નોટો હજુ પણ બદલી શકાશે જોકે સ્થાનિક બેંકોમાં આ શક્ય નથી. સેન્ટ્રલ બેંકે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે, ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ ગુલાબી નોટો 19 RBI ઓફિસમાં જમા કરવામાં આવશે. જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જવા ઉપરાંત લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.

વધુ વાંચો : એલન મસ્કને લાગ્યો આર્થિક ઝટકો, એક ભૂલ અને રૂપિયા ડૂબતા ગયા, હવે રોકાણકારો પણ ટેન્શનમાં

RBIએ જણાવ્યું હતું કે, આ નોટો નવેમ્બર 2016માં સેન્ટ્રલ બેંક દ્વારા 2,000 રૂપિયાની પ્રથમ નોટબંધી પછી રજૂ કરવામાં આવી હતી જ્યારે સરકારે 5,00 અને 1,000 રૂપિયાની નોટોને ચલણમાં રોકવાનો નિર્ણય લીધો હતો. આ પછી પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો. તેથી 2018-19માં રૂ. 2,000ની બેંક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reserve Bank 2000 currency note ban on 2000 note
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ