બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શું કહ્યું RBIએ?
કેન્દ્રીય બેંકનાં મુખ્ય મહાપ્રબંધક યોગેશ દયાલે કહ્યું કે, RBI નિર્દેશો અનુસાર, જમાકર્તા બેંકમાં પોતાનાં સેવિંગ, કરંટ અથવા અન્ય કોઇ ખાતામાંથી 1000 રૂપિયાથી વધારે નહીં ઉપાડી શકો. PMC બેંક પર RBIની આગામી મંજૂરી વગર ઋણ અને આગામી ધનરાશિ આપવા અથવા તો રીન્યૂ કરવા, કોઇ પણ પ્રકારનું રોકાણ કરવા, ફ્રેશ ડિપોજિટ સ્વીકાર કરવા વગેરે પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ADVERTISEMENT
આ સંપૂર્ણ મામલા પર પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (Punjab & Maharashtra Co-operative Bank) નાં એમડી જૉય થૉમસ (Joy thomas) નું નિવેદન પણ આવી ગયું છે. થૉમસે કહ્યું કે, "અમને RBIનાં નિયમોનાં ઉલ્લંઘનનું દુઃખ છે. આ કારણોસર 6 મહીના સુધી અમારા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમ કે એમડીમાં આની હું જવાબદારી લઉં છું. આ સાથે જ એ સુનિશ્ચિત કરું છું કે 6 મહીના પહેલા અમે અમારી ખામીને સુધારી લઇશું."
ADVERTISEMENT
જૉય થૉમસે વધુમાં કહ્યું કે,
"અનિયમિતતાઓને સુધારીને પ્રતિબંધોને હટાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. મને ખ્યાલ જ છે કે આ આપ તમામને માટે મુશ્કેલીનો સમય છે. મને એ પણ ખ્યાલ છે કે કોઇ પણ માફી આ દુઃખને ખતમ નહીં કરી શકે. પરંતુ આપ તમામને એ અપીલ છે કે મહેરબાની કરીને આપ અમારી સાથે રહો અને સહયોગ કરો. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે નિશ્ચિત રૂપથી આ સ્થિતિમાંથી બહાર પણ આવી જઇશું અને મજબૂત પણ થશું."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.