બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / RBI Monetary Policy: No change in repo rate for the fourth consecutive time

RBI MPC / મોંઘવારીને જોતાં તહેવારોની સિઝનમાં RBIની મોટી ભેટ, નહીં વધે લોનની EMI, રેપો રેટમાં કોઈ બદલાવ નહીં

Megha

Last Updated: 10:32 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે. RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • RBIએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે
  • રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
  • રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે.  RBIએ આજે ​તેની નાણાકીય નીતિ જાહેર કરી અને રેપો રેટમાં સતત ચોથી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 

RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે RBIની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક (RBI MPC બેઠક) 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં રેપો રેટ, મોંઘવારી, જીડીપી વૃદ્ધિ અને અન્ય આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.

સતત 6 વખત વધારો કર્યા બાદ આજે ચોથી વખત કોઈ વધારો નહીં
સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો હતો. મે 2022 માં, તે 4 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યું હતું અને હવે તે 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં તેને 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારપછી સતત ચોથી વખત તેમાં કોઈ ફેરફાર થયો નથી. મે 2022 પહેલા વાત કરીએ તો મે 2020માં રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ