બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / RBI gave a big update about 2000 notes, still so many crores with the public, presented a shocking figure

ડેટા / 2000ની નોટોને લઇ RBIએ આપી મોટી અપડેટ, હજુય આટલાં કરોડ પબ્લિક પાસે, રજૂ કર્યો ચોંકાવનારો આંકડો

Vishal Dave

Last Updated: 04:25 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની ચલણી નોટો અંગે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. રિઝર્વ બેંકે કહ્યુ છે કે ચલણમાંથી બહાર કાઢ્યાના 9 મહિના પછી પણ હજારો કરોડ રૂપિયાની આ મોટી નોટો બજારમાં મોજૂદ છે

ભારતીય રિઝર્વ બેંકે  2000 રૂપિયાની ચલણી નોટો  અંગે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. રિઝર્વ બેંકે કહ્યુ છે કે ચલણમાંથી બહાર કાઢ્યાના 9 મહિના પછી પણ હજારો કરોડ રૂપિયાની આ મોટી નોટો  બજારમાં મોજૂદ છે, જે હજુ સુધી પાછી આવી નથી. જો આપણે રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા પર નજર કરીએ તો બજારમાં હાજર આ નોટોની કુલ કિંમત 8,897 કરોડ રૂપિયા છે. આ સાથે RBIએ આ મોટી નોટો પર પ્રતિબંધ લગાવવાના ફાયદા પણ ગણાવ્યા છે.

જમા ન થયેલી નોટોની કિંમત 8 હજાર કરોડ કરતા પણ વધુ 

 આરબીઆઈએ કહ્યું છે કે 31 જાન્યુઆરી, 2024 સુધીમાં, 2,000 રૂપિયાની લગભગ 97.5 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ હતી. આ પછી, જનતા પાસે માત્ર 2.5 ટકા નોટો બચી છે, જે હજુ સુધી આરબીઆઈની બેંકિંગ ઓફિસ અથવા પોસ્ટ ઓફિસ દ્વારા પાછી જમા કરવામાં આવી નથી. આ નોટોની કિંમત 8,897 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ્યારે રિઝર્વ બેન્કે રૂ. 2,000નું ડિમોનેટાઇઝેશન કર્યું હતું, ત્યારે 19 મે, 2023ના રોજ કારોબારના અંતે ચલણમાં રૂ. 2,000ની બેન્ક નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું.

રિઝર્વ બેંકે નોટ જમા કરાવવા પૂરતી તક આપી હતી

2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ, આરબીઆઈએ 23 મે 2023થી લોકોને આ નોટો પરત કરવાની સુવિધા આપી હતી, જેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ તારીખ સુધી પણ બજારમાં મોટી સંખ્યામાં ગુલાબી નોટો હાજર હતી, જેના કારણે રિઝર્વ બેંકે નોટો પાછી ખેંચવાની સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર કરી હતી. આ સમયમર્યાદા પૂરી થયા બાદ આરબીઆઈએ ફરીથી રાહત આપી અને કેટલાક ફેરફારો સાથે 8 ઓક્ટોબરથી આરબીઆઈની 19 ઓફિસો દ્વારા નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલુ રખાઇ. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા પણ આ કામ કરવાની સુવિધા આપવામાં આવી હતી.

આટલી તક આપી હોવા છતાં,નોટો પરત જમા કરાવવાની ગતિમાં કોઇ ઝડપ દેખાઇ ન હતી.. અને 29 ડિસેમ્બર 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીના એક મહિનામાં  2 હજારની નોટના સ્વરૂપમાં માત્ર 433 કરોડ રૂપિયા આરબીઆઈમાં પરત આવ્યા હતા.. તમને જણાવી દઈએ કે 29 ડિસેમ્બર 2023ના રોજ બજારમાં હાજર 2000 રૂપિયાની નોટોની સંખ્યા 9,330 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચોઃ VIDEO : ડ્રાઈવર વગર 100ની સ્પીડમાં કેવી રીતે દોડી ગઈ માલગાડી? સામે આવ્યું મોટું કારણ

2 હજારની નોટ બંધ કરવાનો ફાયદો 

2000 રૂપિયાની નોટો વિશે નવીનતમ ડેટા રજૂ કરતી વખતે, RBIએ આ નિર્ણયના ફાયદા વિશે પણ માહિતી આપી. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, 2000 રૂપિયાની મોટી નોટોને સર્ક્યુલેશનમાંથી હટાવવાનો મોટો ફાયદો એ થયો કે જાન્યુઆરીમાં કોમર્શિયલ બેંકોમાં જમા રકમમાં બે આંકડાનો વધારો નોંધાયો છે. રિઝર્વ કરન્સી (RM) ની વૃદ્ધિ 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ ઘટીને 5.8 ટકા થઈ, જે એક વર્ષ અગાઉ 11.2 ટકા હતી. સીઆઈસી ઉપરાંત, આરએમમાં ​​આરબીઆઈ સાથેની બેંકોની થાપણો અને મધ્યસ્થ બેંકમાંની અન્ય થાપણોનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ