બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rape charge serious but victim was a teacher while accused a student hc says in relief

કોલેજમાં પ્રેમ / 20 વર્ષનો સ્ટુડન્ટ અને 35ની પ્રોફેસર, મંદિરમાં લગ્ન પછી રેપ અને એબોર્શન, બહુ આઘાત આપે તેવો કિસ્સો

Hiralal

Last Updated: 02:48 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની 35 વર્ષીય મહિલા પ્રોફેસરને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેની રેપ અને એબોર્શનની ફરિયાદ કરતી અરજી ફગાવીને આરોપી સ્ટુડન્ટને છોડી મૂક્યો છે.

  • દિલ્હીની લેડી પ્રોફસરની હાઈકોર્ટમાં અરજી
  • તેના સ્ટુડન્ટ પર મૂક્યો રેપ અને એબોર્શનનો આરોપ
  • હાઈકોર્ટે પ્રોફેસરની અરજી ફગાવી, સ્ટુડન્ટને આરોપ મુક્ત કર્યો

ગુરુગ્રામમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક 35 વર્ષીય મહિલા ટીચરે તેના 20 વર્ષીય સ્ટુડન્ટની સામે બળાત્કાર કરવા અને પછી બે વાર એબોર્શન કરાવવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે ત્યારે કોર્ટે ખુબ જ મહત્વની ટીપ્પણી કરી છે. મહિલાનો આરોપ છે કે ટ્રિપ દરમિયાન તેની અને સ્ટુડન્ટ વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા  આ પછી બંને વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું. આ દરમિયાન તે બે વાર ગર્ભવતી પણ થઈ હતી પરંતુ તેને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. 

કોર્ટે મહિલા પ્રોફેસરની અરજી કેમ ફગાવી 

કોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, મહિલા આરોપી કરતા વધુ મેચ્યોર છે અને પ્રોફેસર તરીકે જવાબદાર પદ પર છે. કોર્ટે તેને જબરદસ્તીનો કેસ માનવાનો ઈનકાર કરી દીધો છે.
બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, જ્યારે મહિલાને તેના સ્ટુડન્ટ સાથે સંબંધ હતા, ત્યારે તે ગુરુ-શિષ્યના સંબંધમાં હતી. વળી, તે પરિપક્વ અવસ્થામાં હોવાથી અને જીવનનો વધુ અનુભવ ધરાવતી હોવાથી આવા સંબંધોની મુશ્કેલીઓને તે ખૂબ સારી રીતે સમજતી હતી. આવી સ્થિતિમાં, તે કહેવું યોગ્ય નથી કે સંબંધ લગ્નના બહાને અથવા બળજબરીથી ગર્ભપાત કરાવવાના બહાને બનાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સૌરભ બેનર્જીએ ટિપ્પણી કરી છે કે આ કોર્ટ પીડિતા પીએચડી ડિગ્રી મહિલા છે એ હકીકતની અવગણના ન કરી શકે તે વધુ ભણેલી-ગણેલી છે અને ગુરુગ્રામની એક મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરે છે. જે વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. 

આખી ઘટના શું હતી 
મહિલાએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર, તે ફેબ્રુઆરી 2022 માં કોલેજમાં આ સ્ટુડન્ટને મળી હતી. બંને વચ્ચે સારું ટ્યુનિંગ થયું હતું અને તે જ વર્ષે મે મહિનામાં તે ફરીથી મનાલીની ટ્રિપ પર ગઈ હતી ત્યાં બંનેએ એક મંદિરમાં લગ્ન કર્યા હતા જોકે પછીથી સ્ટુડન્ટે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. પીડિતાએ એવો પણ દાવો કર્યો હતો કે તે આ વર્ષે એપ્રિલ અને જૂન મહિનામાં બે વાર ગર્ભવતી થઈ હતી. તે આરોપીઓના પરિવારને પણ મળી હતી, પરંતુ તેઓએ તેમની વાત પણ સાંભળી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ