બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / ટેક અને ઓટો / Ransomware targeting Windows and Linux systems

સાવધાન / Ransomware એટેકથી બચીને રહેજો! નહીં તો તમામ ડેટા આંખના પલકારામાં થઇ જશે ચોરી, જાણો બચવાના ઉપાય

Dinesh

Last Updated: 03:42 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022માં ગુજરાતમાં 79 રેન્સમવેર એટેક નોંધાયા હતા જ્યારે 2021 માં 53 રેન્સમવેર એટેક કેસ નોંધાયા હતા અને જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પ્રમુખ સ્થાન પર હતા

  • વિન્ડોઝ અને લિનક્સ સિસ્ટમને નિશાન બનાવી રહ્યું છે રેન્સમવેર
  • યુઝર્સને જો ડેટા પાછો જોઈતો હોય તો ખંડણી માગે છે
  • રેન્સમવેર એટેક હાલના સમયમાં બે રીતે કરવામાં આવી રહ્યો છે


ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ તાજેતરમાં નવા ઈન્ટરનેટ રેન્સમવેર અકીરા નામના ખતરનાક રેન્સમવેર સામે ચેતવણી આપી હતી. જે વિન્ડોઝ અને લિનક્સ સિસ્ટમને નિશાન બનાવી રહ્યું છે. અકીરા પાછળનું રેન્સમવેર જૂથ યુઝર્સના અગત્યના ડેટાની ચોરી કરે છે અને ડેટાને એન્ક્રિપ્ટ એટલે કે લોક કરે છે, અને યુઝર્સને જો ડેટા પાછો જોઈતો હોય તો ખંડણી માગે છે, જો યુઝર્સ ખંડણીના ચૂકવે તો જૂથ ડાર્ક વેબ પર ડેટા પ્રકાશિત કરવાની ધમકી આપે છે.

કે.ડી. હોસ્પિટલમાં રેન્સમેવરનો અટેક, કેવી રીતે બચશો સાયબર હુમલાથી ? જાણી લો  ઉપાય | Ransomware attack on KD Hospital in Ahmedabad

2022 માં ગુજરાતમાં 79 રેન્સમવેર  એટેક નોંધાયા
સાઈબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ  મયુર ભુસાવળકર જણાવ્યા મુજબ વર્ષ 2022 માં ગુજરાતમાં 79 રેન્સમવેર  એટેક નોંધાયા હતા, જ્યારે 2021 માં 53 રેન્સમવેર  એટેક કેસ નોંધાયા હતા, એમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પ્રમુખ સ્થાન પર હતા. રેન્સમવેર એટેકમાં ખાસ કરીને યુઝરના કમ્પ્યુટરમાં રહેલા અગત્યના ડેટા ચોરવામાં આવે છે, અને તે ડેટાને ચોક્કસ પ્રકારની કીની મદદથી લોક કરી દેવામાં આવે છે, એ ડેટા પાછા આપવા માટે એક ચોક્કસ પ્રકારની  મસમોટી રકમ માંગવામાં આવે છે, અને જો ભોગ બનનાર દ્વારા રકમ ચૂકવવામાં  આવે તો ડેટાથી હાથ ધોવાનો વારો આવે છે. જે યુઝર દ્વારા અથવા સંસ્થા દ્વારા સલામતીના નિયમોનું પાલન કરવામાં નથી આવતું તે જ યુઝર આવા રેન્સમવેર  એટેકનો ભોગ બને છે.

ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા સાઇબર હુમલામાં આ ક્ષેત્રોને બનાવામાં આવ્યાં નિશાન,  PM મૉરિસને આપી ચેતવણી | Australia cyber attack PM Morrison warns of  sophisticated state hack

યુઝર ઉપર રેન્સમવેર એટેક હાલના સમયમાં બે રીતે કરવામાં આવી રહ્યો છે
1) યુઝર ના ઈમેઈલ એકાઉન્ટમાં મલેશિયસ લિંક થકી.
2) લાઇસન્સ સોફ્ટવેર મફતમાં ડાઉનલોડ કરવાની લાલચ આપીને.

રેન્સમવેર પ્રકારના એટેકથી બચવા આટલું ધ્યાન રાખો
-પોતાના અગત્યના ડેટાનો એક કરતા વધારે માધ્યમ પર સંગ્રહ કરે, શક્ય હોય તો કલાઉડ ઉપર ડેટા સંગ્રહનો આગ્રહ રાખે
-પોતાના દરેક ડેટાનો નિયમિત રીતે બેકઅપ લેવા
-લાયસન્સ પ્રકારના એન્ટિવાયરસ અને નેટવર્ક ફાયરવોલનો ઉપયોગ કરવામાં આવે.
- નેટવર્ક ના પોર્ટ નંબર હંમેશા ડિફોલ્ટ ન રાખવા જોઈએ.
- હંમેશા કમ્પ્યુટરમાં લાઇસન્સ પ્રકારના સોફ્ટવેર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.
- નિયમિત રીતે હાર્ડવેર અને સોફ્ટવેરનું ઓડિટ કરાવું અત્યંત જરૂરી છે.
- કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરતી વેળાએ સલામતીને ડિસેબલ કરવાનું કહેવામાં આવે ત્યારે તે ન કરવું જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ