બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

VTV / ભારત / Rammandir first golden gate in garbh gruh photo viral

અયોધ્યા / રામ મંદિરના 'ગોલ્ડન ગેટ'ની પ્રથમ તસવીર! સુંદર કારિગીરી મન મોહી લેશે, 1000 વર્ષ સુધી રહેશે સુવર્ણ ચમક

Vaidehi

Last Updated: 06:20 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિરમાં સ્થાપિત થનારાં 14 સુવર્ણ દરવાજાઓમાંનો એક લાગી ગયો છે. ગર્ભગૃહમાં સૌથી પહેલો સોનાનો દરવાજો લગાડવામાં આવ્યો છે.

  • રામમંદિરનાં 14 સોનાનાં દરવાજાઓ તૈયાર
  • પ્રથમ દરવાજો ગર્ભગૃહમાં લગાડવામાં આવ્યો
  • ખાસ લાકડા અને સોનાની કોતરણીથી તૈયાર થયો છે દરવાજો

ભગવાન રામલલાનાં મંદિરની ભવ્યતાનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ છે. ગર્ભગૃહનાં દરવાજાની ભવ્યતા જોઈને તમે એટલો તો અંદાજો લગાડી જ શકશો કે આ મંદિરનો દરેક ખૂણો કેટલો અદભૂત હશે. રામમંદિરમાં સ્થાપિત થનારાં 14 સુવર્ણ દરવાજાઓમાંનો એક લાગી ગયો છે. ગર્ભગૃહમાં સૌથી પહેલો આ સોનાનો દરવાજો લગાડવામાં આવ્યો છે. આ દરવાજાઓને બનાવનારા કારીગરો હૈદ્રાબાદનાં અનુકાધા ટિમ્બર ઈંટરનેશનલ કંપનીથી આવ્યાં છે. આ કંપનીનાં માલિક શરદ બાબૂએ  મીડિયાને જણાવ્યું કે તેમણે આ કામને ઘણાં ઓછા સમયમાં પૂર્ણ કર્યું છે.

સોનાનો દરવાજો
આ દરવાજાઓને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યાં છે. મંદિરોનાં દરવાજા બનાવવાનો શરદ બાબૂને ઘણો અનુભવ છે. જેના આધારે જ કારીગરો ટૂંક સમયમાં જીણવટભરી કલાકૃતીઓને આકાર આપ્યો છે.  સોનાનાં દરવાજા અંગે શરદ બાબૂએ જણાવ્યું કે રામમંદિરમાં સ્થાપિત થનારા 14 સોનાનાં દરવાજાઓ સોમવારે રામનગરી પહોંચી ગયાં છે. જેને મંદિર પરિસરમાં CCTV કેમેરા અને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યાં છે. આ દરવાજા લગાડવાનું કામ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે.

1000 વર્ષ સુધી નહીં થાય ખરાબ
મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા આ દરવાજાનાં લાકડા મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યાં છે. તેના માટે ખાસ પ્રકારનાં સાગને પણ મંગાવવામાં આવ્યું છે. આ એવા મજબૂત લાકડાથી તૈયાર થયાં છે કે આવનારાં 1000 વર્ષો સુધી તે ખરાબ નહીં થાય.

વધુ વાંચો: અયોધ્યામાં નહીં નીકળે ભગવાન રામલલ્લાની શોભાયાત્રા, કાર્યક્રમ રદ, આ રહ્યું કારણ

કન્યાકુમારીથી આવ્યાં છે કારીગર
કંપનીનાં માલિકે જણાવ્યું કે છેલ્લાં 6 મહિનાથી દિવસ-રાત આ દરવાજાઓ બની રહ્યાં છે. લગભગ 60 જેટલા કારીગરો તેના પર કામ કરી રહ્યાં છે. શિફ્ટનાં હિસાબે કારીગરોએ કામ કર્યું છે. તેમણે કહ્યું કે ઓછા સમયમાં આટલું મોટું કામ કરવું એ પડકારરૂપ હતું. પણ ભગવાન રામની વિશેષ કૃપાથી આ કામ સમયસર પૂર્ણ થઈ શક્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ