બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / raksha bandhan 2023 the people of these 5 zodiac signs are considered the best brothers

Raksha Bandhan 2023 / એકદમ બેસ્ટ ભાઈ સાબિત થાય છે આ 5 રાશિના જાતકો, બહેન માટે હંમેશા રહે છે લકી

Manisha Jogi

Last Updated: 04:00 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિ વિશે જણાવવામાં આવ્યું છે, જેને બેસ્ટ ભાઈ ગણવામાં આવે છે. કઈ રાશિના જાતકો બેસ્ટ ભાઈ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન
  • રક્ષાબંધન પર્વ ભાઈ અને બહેનના પ્રેમને વ્યક્ત કરે છે
  • આ રાશિના જાતકો બેસ્ટ ભાઈ સાબિત થશે

30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા હોવાને કારણે અનેક લોકો 31 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન ઊજવશે. રક્ષાબંધન પર્વ ભાઈ અને બહેનના પ્રેમને વ્યક્ત કરે છે. રક્ષાબંધનને દિવસે બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર આપે છે અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે અને સુંદર ભેટ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિ વિશે જણાવવામાં આવ્યું છે, જેને બેસ્ટ ભાઈ ગણવામાં આવે છે. કઈ રાશિના જાતકો બેસ્ટ ભાઈ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- 
મેષ રાશિના જાતકો ઊર્જાથી ભરપૂર હોય છે. જો તમારા ભાઈની રાશિ મેષ છે, તો તમને ક્યારેય પણ એકલાપણું નહીં લાગે. આ રાશિના જાતકો તમને ખુશ કરવાની કોશિશ કરશે અને તમારું ધ્યાન પરેશાનીઓથી દૂર કરશે. 

વૃષભ- 
વૃષભ રાશિના જાતકો વફાદાર અને વિશ્વાસપાત્ર હોય છે. જો તમે તમારા માતા પિતાને જાણ કર્યા વગર બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તમારા ભાઈની રાશિ વૃષભ છે, તો તમે તમારા ભાઈ પર વિશ્વાસ કરી શકો છો. તમારો ભાઈ તમને તમામ પરિસ્થિતિમાં સાથ આપશે. 

તુલા-
તમે નિરાશ અનુભવો અને કોઈ નિર્ણય ના લઈ શકો તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જો તમારા ભાઈની રાશિ તુલા હોય તો તમે તેની સલાહ લઈ શકો છો. આ રાશિના જાતકો યોગ્ય સમાધાન આપશે અને તેનાથી સંભવિત નુકસાન તથા ફાયદાનું આકલન કરવામાં મદદ કરશે. 

ધન-
આ રશિના જાતકો સાહસી અને ઊર્જાથી ભરપૂર હોય છે. જો તમારા ભાઈની રાશિ ધન છે, તો તમને ક્યારેય પણ એકલાપણું નહીં લાગે. આ રાશિના ભાઈ ખરાબ દિવસો પણ તમને સાથ આપશે. 

મકર-
તમારો ભાઈ ભલે નાનો હોય કે મોટો, પરંતુ તેની રાશિ મકર હશે તો તમારું ખિસ્સુ ક્યારેય પણ ખાલી નહીં થાય. કોઈ વસ્તુની કમી નહીં થાય છે. આ રાશિના જાતકો વ્યવહારું હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ