બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / raksha bandhan 2023 panch mahayog after 700 years bhadra kaal shubh muhurt

Raksha Bandhan 2023 / 700 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે આ મહાયોગ, ભૂલથી પણ ન કરતા આ 6 ભૂલ, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 09:31 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ અનુસાર 700 વર્ષ પછી રક્ષાબંધન પર મહાયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ દશામાં રાખડી બાંધવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

  • શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઊજવવામાં આવે છે
  • 700 વર્ષ પછી પંચ મહાયોગનું નિર્માણ
  • આ યોગમાં રાખડી બાંધવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે

 સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. આ વર્ષે ભદ્રાકાળ હોવાને કારણે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે. 30 તારીખના રોજ ભદ્રા છે. આ કારણોસર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 તારીખે રાત્રે 09:02 વાગ્યાથી 31 તારીખે સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. 

700 વર્ષ પછી પંચ મહાયોગનું નિર્માણ
જ્યોતિષ અનુસાર 700 વર્ષ પછી રક્ષાબંધન પર મહાયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 30 ઓગસ્ટના રોજ સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિ પંચ મહાયોગનું નિર્માણ કરી રહ્યા છે. ગ્રહોની આ પ્રકારની પરિસ્થિતિના કારણે બુધાદિત્ય વાસરપતિ અને શશ યોગનું નિર્માણ થશે. આ શુભ દશામાં રાખડી બાંધવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. 

કઈ તારીખે રાખડી બાંધવાથી શુભ ફળ પ્રાપ્ત થશે?
આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. ભદ્રકાળને ધ્યાનમાં રાખીને રાખડી બાંધવાની રહેશે. 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:02 વાગ્યે ભદ્રકાળ સમાપ્ત થશે, તેથી ભદ્રકાળ પૂર્ણ થયા પછી રાખડી બાંધવી જોઈએ. 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધીમાં રાખડી બાંધી દેવી. ત્યારપછી શ્રાવણી પૂર્ણિમાની સાથે રક્ષાબંધન પૂર્ણ થઈ જશે. 

શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર ભાઈના હાથ પર રાખડી બાંધવા માટે સૌથી શુભ સમય 31 ઓગસ્ટના રોજ બ્રહ્મ મુહૂર્તમાં રહશે. આ દિવસે સવારે 04:26થી 5:14 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે. આ દરમિયાન કોઈપણ સમયે રાખડી બાંધી શકો છે. 

ભદ્રાકાળમાં રાખડી ના બાંધવી
રક્ષાબંધન પર ભદ્રા રહેશે. 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:02 વાગ્યે ભદ્રકાળ સમાપ્ત થશે, તેથી ભદ્રકાળ પૂર્ણ થયા પછી રાખડી બાંધવી જોઈએ.

ઉત્તર-પશ્ચિમ દિશા
વાસ્તુ અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશામાં બેસીને ભાઈને રાખડી ના બાંધવી જોઈએ. આ દિશામાં રાખડી બાંધવી તે અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધતા સમયે ચહેરો દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. ભાઈઓએ ઉત્તર-પૂર્વ દિશા તરફ જોવું જોઈએ. 

આવી રાખડી ના બાંધવી
બજારમાં પ્લાસ્ટિકની રાખડી પણ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકને કેતુનો પદાર્થ માનવામાં આવે છે, જેથી આવી રાખડી ના બાંધવી જોઈએ. ભાઈને તૂટેલી રાખડી બાંધવી તે અયોગ્ય માનવામાં આવે છે. સારી રાખડી ના હોય તો હાથમાં નાળાછડી પણ બાંધી શકો છો. 

આવી ગિફ્ટ ના આપવી
રક્ષાબંધન પર ધારદાર વસ્તુઓ ભેટમાં ના આપવી જોઈએ. છરી, અરીસો અથવા ફોટો ફ્રેમ જેવી વસ્તુ ગિફ્ટમાં ના આપવી. બહેનને રૂમાલ અથવા ચપ્પલ પણ ગિફ્ટમાં ના આપવા. જ્યોતિષમાં બુધને બહેનોનો ગ્રહ માનવામાં આવે છે. આ કારણોસર તેની સાથે સંકળાયેલ વસ્તુ ગિફ્ટમાં આપી શકો છો. 

કાળા કપડાં
રક્ષાબંધનના દિવસે કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ. તેની જગ્યાએ લાલ અથવા પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. 

ખાન-પાન
રક્ષાબંધનના દિવસે માંસ, મગિરા અથવા લસણ અને ડુંગળી જેવી તામસી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન જ કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ