બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''પોતાનું રેસ્ટોરન્ટ હિટ કરવા ફાયરિંગ કરાવ્યું'', કપિલ શર્મા પર રાખી સાવંતના ગંભીર આક્ષેપ
Last Updated: 01:00 PM, 12 February 2026
ટીવીના જાણીતા કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા એક વાર ફરી ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા કપિલ શર્માના કેનેડામાં બનેલા રેસ્ટોરેન્ટ પર ભારે ગોળીબારી થઇ હતી. એક મહિનામાં 2 વાર ફાયરિંગ થયા બાદ કપિલ શર્માના ફેન્ચની વચ્ચે હંગામો મચી ગયો હતો. ત્યાર બાદ કહેવામાં આવ્યુ કે, આ હુમલો લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. એક ઓડિયોમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગના મેમ્બર હેરી બોક્સરે દાવો કર્યો કે, સલમાન ખાનનો સાથ આપનારાને જાનથી મારી દેવામાં આવશે. કપિલ શર્મા બાદ બોલિવુડના ઘણા સ્ટાર્સ લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી મળી ચૂકી છે. આ વચ્ચે કપિલ શર્માને લઇ એક મોટી ખબર સામે આવી રહી છે. રિપોર્ટ્સનુ માનીએ તો, કપિલ શર્માના પોતાના કેફે પર ખુદ જ હુમલો કરાવ્યો છે. આ સ્ટેટમેન્ટ ડ્રામા ક્વિન રાખી સાવંતનું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોરેન્સ ગેંગના સપોર્ટમાં ઉતરી રાખી સાવંત
સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક ઇન્ટવ્યૂ ખૂબ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત કપિલ શર્મામાં લઇ મોટો દાવો કર્યો છે. રાખી સાવંતે મીડિયા સાથે લોરેન્સ બિશ્નોઇ ગેંગ અને કપિલ શર્મા વિશે વાત કરતા કહ્યું, કપિલ શર્મા પોતાના રેસ્ટોરેન્ટને ફેમસ બનાવવા ઇચ્છે છે. આજ કારણ છે કે તેણે પોતાના જ કેફે પર ગોળી ચલાવી હતી. શું આપણા બિશ્નોઇ ભાઇ એટલા ફાલતૂ હોય છે કે કોઇના ઘર પર ગોળી મારીને નીકળી જાય? અરે, કપિલ શર્માએ પોતાના કેફેને હિટ બનાવવા માટે ખૂદ જ ગોળીબારી કરાવી રહ્યો છે.
ADVERTISEMENT
સલમાન ખાનની બહેન કહે છે રાખી
વધુમાં રાખીએ કહ્યું, અમારા ભાઇઓનું નામ બદનામ કરવામાં આવી રહ્યુ છે. મતલબ વિના બિશ્નોઇ ગેંગનું નામ આ મામલે જોડવામાં આવી રહ્યું છે. આ ફક્ત સસ્તી પબ્લિસિટી છે. નોંધનીય છે કે, આ એજ રાખી સાવંત છે જે સલમાન ખાનને પોતાનો ભાઇ કહે છે. મોકો મળતા જ હવે રાખીએ બિશ્નોઇ ગેંગના લોકોને પોતાના ભાઇ કહેવાનું શરુ કરી દીધું.
ADVERTISEMENT
લાઇમલાઇટમાં આવી રાખી સાવંત
હાલમાં એક નવા લુરની સાથે રાખી સાવંત તેના ફેન્સની વચ્ચે આવી છે. પોતાના નવા હેયરસ્ટાઇ દ્વારા રાખી સાવંત સતત લાઇમલાઇટ વસુલી રહી છે. ત્યાં રાખી સાવંતની આ વાતોએ લાઇમલાઇટમાં અને તડકો લગાવાનું કામ કર્યુ છે. થોડા સમય પહેલા રાખી સાવંતે પાતળી છોકરીઓ પર કટાક્ષ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.