ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot the accused who raped a widow by assuming a Hindu name was caught
Last Updated: 05:50 PM, 23 April 2024
ADVERTISEMENT
વર્તમાનમાં જુદી જુદી ઓળખ આપી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આરોપીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજકોટમાં હિન્દુના નામે વિધવા સાથે દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે 36 વર્ષીય કુખ્યાત આરોપી યાસીન ઉર્ફે ભુરા કૈયડાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
લગ્નની લાલચે વિધર્મીએ આચર્યું દુષ્કર્મ
ADVERTISEMENT
આરોપીએ મહિલા સાથે સંબંધ રાખી લગ્નની લાલચ આપી 8 વર્ષ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત મહિલા આરોપી સાથેના સંબંધ બાદ ત્રણ સંતાનની માતા બની હતી. મહિલાને યાસીનના નામની જાણ થતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી યાસીન ઉર્ફે ભુરા કૈયડાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પીડિત મહિલા 3 સંતાની માતા
ADVERTISEMENT
રાજકોટ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા મુજબ 34 વર્ષીય મહિલા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પોતે ટિફિન સર્વિસ તેમજ કપડાં વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આશરે 14 વર્ષ પૂર્વે તેના પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેમના સંપર્ક યાસીન ઉર્ફે ભૂરા સાથે થયો હતો. સંપર્ક થતા બંને વચ્ચે ફોનના માધ્યમથી વાતચીત પણ થતી હતી. તેમજ યાસીન ઉર્ફે ભૂરો અવારનવાર મળવા પણ આવતો હતો. ભૂરાએ પોતાની ઓળખાણ રાહુલ પ્રજાપતિ હોવાની આપી હતી.સાથે જ પોતાના છૂટાછેડા થઈ ગયા છે તેમ કહી પોતાના માતા પિતાને ભાઈ બહેનને પણ મેળવાયા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.