બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rajkot Stadium: Ind vs Aus 3rd ODI match Virat Kohli danced in front of the batsman Marnus Labuschagne

મજાક મજાકમાં / ઓસ્ટ્રેલિયાના ખેલાડી સામે કોહલીએ કરી અલગ જ હરકત, મેદાનમાં ડાન્સ સાથે મસ્તી કરતો વીડિયો વાયરલ

Vaidehi

Last Updated: 06:59 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS: રાજકોટનાં મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલ ત્રીજી વનડે મેચમાં વિરાટ કોહલી મસ્તીનાં મૂડમાં દેખાયા. ફિલ્ડ પર પોતાના ડાંસથી સૌનું દિલ જીતી લીધું.

  • ત્રીજી વનડે મેચમાં ઘણાં મોટા ખેલાડીઓની ટીમમાં વાપસી
  • વિરાટ કોહલી સહિત રોહિત શર્મા પણ રમી રહ્યાં છે મેચ
  • ફિલ્ડ પર કિંગ કોહલીનાં ડાંસે જીતી લીધું દર્શકોનું દિલ

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની આજે છેલ્લી મેચ રાજકોટનાં સ્ટેડિયમમાં ચાલી રહી છે. 2 મેચોમાં જીત મેળવ્યાં બાદ ત્રીજી મેચમાં ટીમનાં પ્લેઈંગ 11માં અનેક મોટા ખેલાડીઓની વાપસી જોવા મળી જેમાં એક નામ છે કિંગ કોહલી. તેઓ આજે ઑસ્ટ્રેલિયન ટીમની ઈનિંગ દરમિયાન ફીલ્ડિંગનાં સમયે મસ્તીનાં અંદાજમાં દેખાયા.

વિરાટ કોહલીનો ડાંસ વાયરલ
વિરાટ કોહલી સિવાય કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને પહેલી 2 મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો. આ તમામ ખેલાડીઓની ત્રીજી મેચમાં વાપસી દેખાઈ છે. વિરાટ કોહલીએ મેચ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક હતો ત્યારે પોતાના ડાંસ મૂવથી સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકોનું દિલ જીતી લીધું હતું. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માર્નશ ચોંકી ગયાં!
ત્રીજી વનડેમાં કોહલી ઑસ્ટ્રેલિયન ટીમનાં બેટ્સમેન માર્નશ લાબુશેનની સાથે મસ્તી કરતાં દેખાયા હતાં. કોહલીએ ડ્રિંક્સ બ્રેક દરમિયાન માર્નશ પાસે પહોંચીને કિંગ કોહલી ડાંસ કરવા લાગ્યાં. ઑસ્ટ્રેલિયન ખેલાડી લાબુશેન કોહલીને આવું કરતાં જોઈને ચોંકી ગયાં હતાં.

જીત માટે 353 રનનો ટાર્ગેટ
રાજકોટમાં થઈ રહેલી વનડે મેચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરી હતી. 50 ઓવરમાં 7 વિકેટનાં નુક્સાને ઑસ્ટ્રેલિયાએ 352 રન સ્કોર કર્યાં હતાં. કંગારુ ટીમની ઈનિંગમાં મિચલ માર્શે 96 રન બનાવ્યાં જ્યારે સ્ટીવ સ્મિથે 74 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમને જીત માટે 353 રનનો ટાર્ગેટ મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ