રાજકોટના વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાને 7 વર્ષની સજા થઇ છે. જયંત પંડ્યાને ચીફ જ્યુડિશિયલ કોર્ટે ઉચાપત કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. 28 વર્ષ પહેલા જ્યારે જયંત પંડ્યા એક શાળાના આચાર્ય હતા ત્યારે શાળાના ક્લાર્ક સાથે મળી 22 હજારની ઉચાપત કરી હતી.
જેને લઇ જે-તે સમયના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે જયંત પંડ્યા ચીફ જ્યુડિશિયલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના પ્રમુખ છે. વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા સામે લડત આપતી સંસ્થા છે. જે ઢોંગી બાબા અને ભૂવાઓને પકડે છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના 28 વર્ષ પહેલાની હોવાનું પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું હતું. વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા 28 વર્ષ પહેલા જ્યારે તેઓ એક શાળાના આચાર્ય હતા ત્યારે તે શાળાના ક્લાર્ક સાથે મળીને રૂપિયા 22 હજારની ઉચાપત કરી હતી.
જો કે, આ મામલે જે-તે સમયના અધિકારીઓએ ફરીયાદ નોંધાવી હતી અને સમગ્ર મામલા બાદ ચીફ જ્યુડિશિયલ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. જો કે, તાજેતરમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ જાથાના વડા જયંત પંડ્યાના જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા છે.