રાજકોટની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક-યુવતી વચ્ચેના પ્રેમસંબંધમાં ખટરાગ થતાં રોષે ભરાયેલા યુવકે યુવતીનો અંગત પળોના ફોટા વાયરલ કર્યો હતાં
રાજકોટમાં યુવકને ફોટો વાયરલ કરવા પડ્યા ભારે
લોકોએ પૂર્વ પ્રેમીને ચખાડ્યો મેથીપાક
યુનિવર્સિટી રોડ પર યુવકને માર્યો માર
રાજકોટમાં યુવકને પૂર્વ પ્રેમિકાના ફોટો વાયરલ કરવા પડ્યા ભારે, યુનિવર્સિટી રોડ પર લોકોએ પૂર્વ પ્રેમીને મેથીપાક ચખાડ્યો ત્યાર બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો#Rajkot@GujaratPolicepic.twitter.com/jY5ZZe5VFW
રાજકોટમાં યુવકને પૂર્વ પ્રેમિકાના ફોટો વાયરલ કરવા પડ્યા ભારે
રાજકોટની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક-યુવતી વચ્ચેના પ્રેમસંબંધનો અંત આવતા રોષે ભરાયેલા યુવકે યુવતીનો અંગત પળોના ફોટો ફરતો કરી દેતાં હોબાળો મચી જવા પામ્યો હતો.આ સાથે યુવક યુવતી સાથે પરાણે સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો. દરમિયાન ગત રોજ યુવક પોતાના સ્કૂટર પર યુવતીને બેસાડવાની કોશિશ કરતાં લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી.
લોકોએ પૂર્વ પ્રેમીને ચખાડ્યો મેથીપાક
યુવતી સાથે જાહેરમાં બઘડાટી કરી રહેલો શખ્સ છેડતી કરતો હોવાનું સમજી લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને યુવક તથા યુવતીને પોલીસ મથકે લઇ જવાય હતા, યુવકને ઇજા થઇ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.