Rajasthan bjp takes jibe at vasundhara raje says social media will not decide candidate for cm post
રાજકારણ /
આ રાજ્યમાં ભાજપનું ટેન્શન વધ્યું : પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા વચ્ચે ખટરાગ વધ્યો, જૂથવાદ આવ્યો સામે
Team VTV08:48 AM, 25 Jan 21
| Updated: 08:50 AM, 25 Jan 21
રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ પાર્ટીની કોર ગ્રુપ મીટિંગ પછી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પર નિશાન સાધ્યુ હતું.
હાલ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે રાજસ્થાનમાં પ્રદેશ ભાજપનો આંતરિક કલેહ માથાનો દુઃખાવો બનતું જોવા મળી રહ્યું છે. હાલમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતિશ પૂનિયાએ કોર ગ્રુપ મીટિંગ બાદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પર નિશાન તાકતા કહ્યું કે સોશિયલ મીડિયા એ નક્કી નહી કરે કે પાર્ટીના મુખ્યમંત્રી પદનો દાવેદાર કોણ છે. પુનિયાએ કહ્યું કે આ નિર્ણય પાર્ટીનું હાઇકમાન્ડ કરશે.
રાજસ્થાન ભાજપમાં હાલ બધુ બરોબર ચાલી રહ્યું નથી. હવે પાર્ટીની અંદર જ ખુલીને જૂથવાદ સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ભાજપ પ્રદેશની કોર ગ્રુપ બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સતીશ પુનિયાએ કહ્યું હતું, 'સોશિયલ મીડિયા એ નક્કી નહી કરે કે આપણા મુખ્યમંત્રી પદનો દાવેદાર કોણ હશે.'
પુનિયાએ ટકોર કરતાં કહ્યું કે આ અંગેનો નિર્ણય પાર્ટીનું હાઇકમાન્ડ કરશે અને તેઓ પાર્ટીના નેતૃત્વની પસંદગી કરશે, તે જ મુખ્યમંત્રી પદનો દાવેદાર હશે. જો કે જયપુરની આ કોરગ્રુપ બેઠકમાં વસુંધરા રાજે હાજર રહ્યાં નહોતા.
સૂત્રોના જણાવ્યાં અનુસાર જાન્યુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર 'વસુંધરા રાજે સમર્થક રાજસ્થા (મંચ)' નામનું પ્લેટફોર્મ સામે આવ્યું હતું, જેને લઇને પાર્ટીમાં કેટલાક પ્રકારની અટકળો લાગી રહી હતી. જેના થોડા સમય પછી જ 'સતીશ પૂનિયા સમર્થક મોર્ચાો' પણ સામે આવ્યો હતો. જેને રાજસ્થાનના ભાજપ અધ્યક્ષે સોશિયલ મીડિયાની ટીખળ કહ્યું હતું.
રાજસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું, આપણે બધા ભાજપના મોટા બેનર હેઠળ કામ કરી રહ્યાં છે, આપણા માટે મોદીજીનું વ્યક્તિત્વ, કૃતિત્વ, ભાજપનો ફેલગ તેમજ કમળ ચૂંટણી ચિન્હ આપણા માટે પર્યાપ્ત છે. જેને લઇને મારે કોઇપણ પ્રકારના સમર્થક મંચની જરૂરિયાત નથી. સોશિયલ મીડિયા પર જ ફેક મોરચો બનાવામાં આવ્યો, તેની તપાસ કરાવી રહ્યો છુ. આ સોશિયલ મીડિયાની ટીખળ છે, એટલા માટે આ રીતના સમર્થન મંચના પક્ષમાં હું નથી અને તેને નામંજૂર કરુ છું.
જો કે એક રીતે સતીશ પૂરિયાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ કોઇપણ સમર્થક મંચના પક્ષમાાં નથી અને બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાના નામથી બનેલા સમર્થન મંચને લઇેન કોઇ નિવેદન આપ્યું નહોતું.