બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / Raj Thackrey on maharashtra political crisis and sharad pawars political drama

મહારાષ્ટ્ર / 'શરદ પવારને બધી ખબર જ હતી, સુપ્રિયા સુલે કેન્દ્રમાં બનશે મંત્રી', NCPની 'આગમાં ઘી' હોમતાં દાવાથી હડકંપ

Vaidehi

Last Updated: 07:30 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનું મહારાજકારણ: MNS પ્રમુખ રાજ ઠાકરે કહ્યું કે 'આજે રાજ્યમાં કોણ કોનું દુશ્મન છે એ જ ખબર નથી પડી રહી.'

  • મહારાષ્ટ્રનાં રાજકારણમાં ઉથલપાથલ
  • MNS પ્રમુખ રાજ ઠાકરેનું નિવેદન
  • કહ્યું પવારનો આ પોલિટિકલ ડ્રામા

અજિત પવારે રવિવારે પોતાના કાકા શરદ પવાર અને NCPનો સાથ છોડીને શિંદે સાથે હાથ મળાવ્યો. જે બાદ મહારાષ્ટ્ર રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હવે સવાલ એ છે કે શું શરદ પવારને અજિત પવારનાં આ નવા દાવ વિશે જાણ હતી? આ પ્રશ્નનો ખુલાસો કરતાં  MNS મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે.

પવારનો પોલિટિકલ ડ્રામા 
MNC ચીફ રાજ ઠાકરેએ કહ્યું કે' શરદ પવાર કહે છે કે તેમને આ બાબતે કંઈ ખબર નહોતી. એવું શક્ય જ નથી કે અજિત પવારનાં આ પગલાં વિશે શરદ પવારને જાણ ન હોય. દિલીપ વલસે-પાટિલ, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબલ જેવા નેતા તેમના કહ્યાં વગર જશે નહીં. જો કાલે સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની જાય છે તો પણ મને આશ્ચર્ય નહીં થાય. આ બધો જ પવારનો પોલિટિકલ ડ્રામા છે. આજે રાજ્યમાં કોણ કોનું દુશ્મન છે એ જ ખબર નથી પડી રહી.'

મહારાષ્ટ્રમાં છેલ્લાં 2.5 વર્ષોથી આ પ્રકારનું રાજકારણ
રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લાં 2.5 વર્ષોથી જે રાજકારણ ચાલી રહ્યું છે તે દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. તેમાંથી મતદાતાઓ પાસે આપવા કે લેવા માટે કંઈ જ નથી. કોઈપણ પાર્ટીનાં તમામ કટ્ટર મતદાતાઓ ભૂલી ગયાં છે કે તે એ પાર્ટીનાં મતદાતા શા માટે હતાં.

બળવા બાદ મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદ શરૂ
અજિત પવારનાં આ બળવા બાદ MVA મહાવિકાસ અઘાડીમાં પણ વિવાદો શરૂ થઈ ગયાં છે. નવો સવાલ એ છે કે હવે વિપક્ષ નેતા કયા પાર્ટીનાં હશે, કારણ કે અજિત પવાર જે અત્યાર સુધઈ વિપક્ષનાં નેતા હતાં તે હવે સરકારમાં શામેલ થઈ ગયાં છે. કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે નેતા વિપક્ષની સીટનો દાવો ઠોકતાં કહ્યું કે જે પાર્ટીની પાસે સૌથી વધારે ધારાસભ્યો હશે તેમનો જ નેતા વિપક્ષનાં પદ માટે દાવેદાર રહેશે.

9 ધારાસભ્યોને અયોગ્ય કરાર
NCPની સમિતિએ અજિત પવાર સહિત કુલ 9 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો . આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિયો કરવાનાં આરોપમાં અયોગ્ય કરાર કરવામાં આવ્યાં છે.  એટલું જ નહીં NCP શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળી દીધાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ