બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall in 158 talukas in Gujarat today: Kutch received four and a half inches of rain

મેઘ મહેર / ગુજરાતમાં આજે 158 તાલુકામાં વરસાદ: સૌથી વધુ કચ્છમાં સાડા ચાર ઈંચ ખાબક્યો, જુઓ તમારા વિસ્તારમાં કેટલો પડ્યો

Vishal Khamar

Last Updated: 05:23 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને વહીવટી તંત્ર એલર્ટ છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતનાં અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

  • આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • કચ્છ, મોરબીમાં રેડ એલર્ટ અપાયુ
  • બનાસકાંઠા,પાટણમાં યલો એલર્ટ અપાયુ
  • જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયુ

આજે રાજ્યના 158 તાલુકામાં વરસાદ

આજે રાજ્યનાં 158 તાલુકામાં મેઘ મહેર થવા પામી છે. જેમાં સવારે 6 થી 2 વાગ્યા સુધી કુલ 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાપર તાલુકામા 4.5 ઈંચ નોંધાયો હતો. જ્યારે માળિયા હાટીનામાં 3.5 ઈંચ, હળવદ તેમજ જામનગરમાં 3 ઈંચ, મોરબીમાં  2.5 ઈંચ, ટંકારામાં 2 ઈંચ, પોરબંદર, ચોર્યાસી, નવસારી તેમજ વાંકાનેરમાં 1.5 ઈંચ વરસાદ નોધાયો હતો. 

 

આવતીકાલ રાજ્યનાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ
આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહીનાં પગલે કચ્છ તેમજ મોરબીમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે. તો દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્રનાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો બોટાદ, અમદાવાદ તેમજ ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતનાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતનાં વિસ્તારોમાં આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

વાગડ વિસ્તારમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ 
કચ્છનાં રાપરમાં અનરાધાર વરસાદને લઈ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાપર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. ત્યારે વાગડ વિસ્તારમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાપરનાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો

મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે ફરી મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાય ગયો છે. આથી આ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાં 2050 ક્યુસેકની આવક સામે 950 ક્યુસેક પાણી છોડવમાં આવ્યું છે. આથી ડેમ હેઠળના મોરબી અને માળીયા વિસ્તારોના 23 ગામોને એલર્ટ કરી મચ્છુ નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.


ધ્રોલ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્રનાં જામનગર જીલ્લામાં પણ પહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. શહેરમાં સવારતી અત્યાર સુધી 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં ધ્રોલ તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે કાલાવડ અનો જોડિયામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જામજોધપુર અને લાલપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 

ભાભરમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ ખાબક્યો 
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં ભાભરમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભાભરમાં ધોધમાર વરસાદીથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો બીજી તરફ  પાલનપુર, અંબાજી, ડીસા અને થરાદ, દાંતીવાડા, ધાનેરા, દિયોદર, સુઈગામ અને વાવમાં પણ વરસાદ પડ્યો હતો. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકશાન જવાની ભીંતી સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ